જામનગર: જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની (Jamnagar Navratri 2021) ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવ દિવસ સુધી રાત પડતાં જ શહેરની શેરીઓ રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઊઠતી હતી, વાત કરવામાં આવે જામનગરની તો જામનગર શહેર તથા તાલુકાઓમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શેરી ગરબામાં (Jamnagar Sheri Garba) નાની નાની બાળાઓ દ્વારા ગરબે રમે માતાજીની આરાધના કરવામાં આવી હતી. નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે દશેરાના (Dussehra garba in Jamnagar) દિવસે બાળાઓને લાણી આપવાની વર્ષોથી ચાલી આવતી પરંપરા આ વર્ષે પણ જોવા મળી હતી. ગરબામાં ભાગ લીધેલી બાળાઓને લાણીમાં નાની મોટી અનેક વસ્તુઓ આપવામાં આવી હતી.
પુરાના મહામારીને ધ્યાનમાં લઇને આ વખતે રાજ્ય સરકાર દ્વારા માત્ર શેરી ગરબાને જ મંજૂરી આપવામાં આવી હતી. પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાઓને મંજૂરી આપવામાં આવી ન હતી. તો શેરી ગરબાઓને પણ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી. જામનગરમાં ભારતમાતા ગરબી મંડળ, અંબિકા ગરબી મંડળ સહિતના જાણીતા તેરી ગરબા આયોજક દ્વારા શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો ભારતમાતા ગરબી મંડળ દ્વારા ખાસ વેશભૂષા ગરબી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુરુષો વિવિધ દેવી-દેવતાઓના રેસ ધારણ કરીને ગરબે રમ્યા હતા. દેવતાઓને આવી ગરબે રમતા જોઈને શહેરવાસીઓ આનંદિત થઈ ગયા હતા. શહેરમાં યોજાયેલા પારંપરિક શેરી ગરબાઓ ને નિહાળવા માટે મોટા પ્રમાણમાં શહેરીજનો ઉમટી પડ્યા હતા.
જામનગર શહેરમાં થયેલા 329 વર્ષથી યોજાતી ઝાલા ની સવાર ની ગરબી એ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. અહીં પુરુષો દ્વારા સતત સાડા ત્રણ કલાક સુધી ગરબા રમવા આવે છે. એટલું જ નહીં થતાં ઈશ્વર વિવાહ પણ જોવાલાયક હોય છે. તો જામનગર જિલ્લા જેલ ખાતે કેદીઓ માટે ખાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેલમાં યોજાયેલા આ ગરબામાં કેદીઓને જેલ કર્મીઓ દ્વારા ગરબે રમી માતાજીની આરાધના કરવામાં આવી હતી.