Home /News /jamnagar /Jamnagar: જામનગરમાં યોજાઈ લાડુ સ્પર્ધા, જાણો સૌથી વધુ કોણે અને કેટલા ખાધા?

Jamnagar: જામનગરમાં યોજાઈ લાડુ સ્પર્ધા, જાણો સૌથી વધુ કોણે અને કેટલા ખાધા?

જામનગરમાં યોજાઈ લાડુ સ્પર્ધા

જામનગરમાં છેલ્લા 13 વર્ષથી એક અનોખી સ્પર્ધા યોજાય છે, આ સ્પર્ધા છે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં, તો આ સ્પર્ધા નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં

    Sanjay Vaghela, Jamnagar: જામનગર સહિત સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે, ભક્તોએ ભક્તિભાવ પૂર્વક સંકટ મોચનની સ્થાપના કરી છે. જામનગરમાં અનેક પંડાલમાં વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. જો કે જામનગરમાં અનોખી રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ખાસ કરીને ગણપતિને પ્રિય એવા મોદકની એક અનોખી સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં સૌથી વધુ મોદક કોણ ખાઈ શકે છે તેની આ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં અને જુસ્સાભેર ભાગ પણ લીધો હતો. આવો જાણીએ સૌથી વધુ લડ્ડુ કોણે અને કેટલા ખાઈ આ સ્પર્ધામાં ઇનામ મેળવ્યું છે.

    પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરમાં છેલ્લા 13 વર્ષથી એક અનોખી સ્પર્ધા યોજાય છે, આ સ્પર્ધા છે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં, તો આ સ્પર્ધા નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ સ્પર્ધાનું આયોજન બ્રહ્મ સોશ્યિલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જામનગરમાં યોજાયેલી આ લડ્ડુ સ્પર્ધામાં કુલ 56 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 31 સ્પર્ધકો હજાર રહ્યા હતાં, જેમાં મહિલાઓ, બાળકો અને પુરુષો માટે અલગ અલગ સ્પર્ધા યોજવામાં આવી હતી.

    કોણ કોણ વિજેતા બન્યું?

    આ સ્પર્ધામાં સૌથી વધુ 12 લાડુ ખાનાર ભાણવડના રમેશભાઈ જોટગીયા નામના વ્યક્તિ પુરુષ કેટેગરીમાં વિજેતા બન્યા હતાં, અને જામકંડોરણાંના નવીનભાઈ દવે 11 લાડુ ખાવા બદલ બીજા સ્થાને રહ્યા, જ્યારે ત્રીજા સ્થાન માટે બે વ્યક્તિને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તો મહિલાઓની કેટેગરીની વાત કરીએ તો તેમાં કુલ ત્રણ મહિલાઓએ ભાગ લીધો હતો અને સૌથી વધુ 9 લાડુ પદ્મિનીબેન ગજેરાએ ખાધા હતા, અને બીજા નંબરે નેહાબેન પાંચ લાડુ અને ત્રીજા નંબરે 4 લાડુ ખાનારા તેજલ બેનને ઇનામ આપવામાં આવ્યું હતું. તો બાળકોને કેટેગરી લની વાત કરીએ તો જામનગરના ઓમ જોશીએ સૌથી વધુ 5 લાડુ ખાઈ પ્રથમ નંબર મેળવ્યો હતો.

    આ પણ વાંચો:  જામનગરમાં ભગવાન મહાવીર સ્વામીને સોનાની વરખ અને ફૂલોની આંગી કરાઈ

    અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં જે લાડુ હતા એ શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવ્યા હતાં અને એક લાડુનું વજન 100 ગ્રામ જેટલું હતું, એટલે કે સામાન્ય લોકો બે કે ત્રણ લાડુ તો માંડમાંડ ખાઈ શકે છે. તો લાડુમાં ડ્રાયફ્રૂટ સહીત અનેક વસ્તુઓ હતી અને લાડુની સાથે દાળ પણ હતી. આ સ્પર્ધામાં લાડુ ખાવા માટે સ્પર્ધાકો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. તો શહેરીજનો પણ લાડુ સ્પર્ધા જોઈને ખુબ જ પ્રભાવિત થયા હતાં. તો આ લડ્ડુ સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો આ સ્પર્ધાના આયોજકોનું કહેવું છે કે આ લાડુ સ્પર્ધા છેલ્લા 13 વર્ષથી યોજાય છે જેનો મુખ્ય ઉદ્દેશય ગણપતિ દાદાને લડ્ડુ પ્રિય હોઈ અને ભક્તિ સાથે મનોરંજનનું વાતાવરણ સર્જાય તેવુ છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamnagar News, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन