Home /News /jamnagar /Jamnagar: કોરોનાકાળમાં ઘરઆંગળે જ વસાવો 'ઓક્સિજન પ્લાન્ટ'; જામનગરમાં શરૂ થયું Unique કોન્સેપ્ટ

Jamnagar: કોરોનાકાળમાં ઘરઆંગળે જ વસાવો 'ઓક્સિજન પ્લાન્ટ'; જામનગરમાં શરૂ થયું Unique કોન્સેપ્ટ

24 કલાક ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

જામનગરમાં પર્યાવરણની જાળવણી પર કામ કરતી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા વિવિધ વિસ્તારોમાં ઓક્સિજનનું ઉત્સર્જન કરતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આવો જ એક ઓક્સિજન પાર્ક (Oxygen park in Jamnagar)  હાલમાં જ જામનગરમાં બનાવવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    Sanjay Vaghela, Jamnagar: શહેરીકરણને લીધે મનુષ્ય જીવનમાં અનેક સમસ્યાઓ સામે આવી છે જે લીધે આપણા જીવનને અસર કરે છે. આ સમસ્યાઓમાં ગીચ વસ્તીવાળા વિસ્તારોની આસપાસ વાયુ પ્રદૂષણમાં વધારો (Increase in pollution), બાંધકામ અને પ્રદૂષણને કારણે શહેરવ્યાપી માઇક્રોક્લાઇમેટની વધતી ઘટનાઓ, ભૂગર્ભજળ (Ground water) અને જળ સંસાધન સંબંધિત સસ્યાઓ. ઊંચી ઇમારતો હવાના કુદરતી પ્રવાહને અવરોધે છે. વરસાદથી ભરેલા પવનોના નબળા પરિભ્રમણ તરફ દોરી જાય છે જે અનિયમિત વરસાદ (Irregular rain)ની પેટર્નનું કારણ બને છે. જ્યારે ઉનાળા દરમિયાન, હવામાં સ્થગિત ધૂળ અને રજકણો લાંબા સમય સુધી ત્યાં રહે છે. ત્યારે આ સમસ્યાને દૂર કરવાનો એક માત્ર ઉકેલ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર (Plantation of trees) કરવાનું છે. નિષ્ણાંતોએ સંશોધન કરીને ઓક્સિજનનો વધારો કરે તેવા વૃક્ષોનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ વૃક્ષો શહેરી વિસ્તારોમાં પ્રદુષણ ઘટાડીને સ્વાસ્થ્યને ફાયદો પણ પહોંચાડે છે.

    જામનગરમાં પર્યાવરણની જાળવણી પર કામ કરતી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા વિવિધ વિસ્તારોમાં ઓક્સિજનનું ઉત્સર્જન કરતા વૃક્ષોનું વાવેતરકરવામાં આવે છે. આવો જ એક ઓક્સિજન પાર્ક (Oxygen park in Jamnagar) હાલમાં જ જામનગરમાં બનાવવામાં આવ્યો છે. ભૂતકાળમાં કોરોના મહામારીમાં ઓક્સિજન મેળવવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવમાં આવ્યો હતો.છતાં પણ ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યાના દાખલાઓ સામે આવ્યા છે. જેના કારણે લોકોને હવે વૃક્ષોનું મહત્વ સમજાવવા લાગ્યું છે.

    શું છે ઓક્સિજન પાર્ક?

    ઓક્સિજન પાર્ક એટલે ચોક્કસ જગ્યા પર એવા વૃક્ષોનું વાવેતર કરવાનું જે હવાને શુદ્ધ કરે અને વધુ ઓક્સિજન આપી શકે. વધુ ઓક્સિજન આપે તેવા વૃક્ષોની વાત કરીએ તો લીમડો, વડ, પીપળો, સવન, બીલી, કરંજ, ગરમાળો, જાંબુ, અરડૂસી, કેસુડો, દાડમ, કદમ, બોરસલી જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.

    કપાતા જંગલો અને માનવનિર્મિત પ્રદુષણના કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટી તરફ જઈ રહ્યું છે. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે અને લોકો ઈશ્વરે આપેલ આ સુંદર પ્રકૃતિનો આદર કરતા શીખે તે માટે શહેરની પર્યાવરણ પ્રેમી સંસ્થા નવાનગર નેચર કલબ અવનવા નવતર પ્રયત્નો કરી રહી છે.

    જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલ આશીર્વાદ દિપ 4માં અંદાજે 11000 ફૂટની જગ્યામાં 24 કલાક ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ જગ્યાને ઓક્સિજન પાર્ક નામ આપવામાં આવ્યું છે જ્યાં દેશી, ફાળાઉ, ઔષધિય તેમજ ફૂલ છોડ આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જો તમે પણ ઘરે સારા વૃક્ષોનું વાવેતર કરવા ઇચ્છટાં હોવ તો નવાનગર નેચર ક્લબનો સંપર્ક કરી શકો છો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Jamnagar News, Trees

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन