Home /News /jamnagar /Jamnagar Weather Update: તાપમાનનો પારો ગગડ્યો, બે દિવસ સૂસવાટા નાખે એવો પવન ફુંકાશે!

Jamnagar Weather Update: તાપમાનનો પારો ગગડ્યો, બે દિવસ સૂસવાટા નાખે એવો પવન ફુંકાશે!

જામનગરમાં ઉતરાયણ બાદ ઠંડીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.

જામનગરમાં ઠંડીના આ રાઉન્ડની અસર વર્તાવા મંડી છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.

    Kishor chudasama, Jamnagar:  જામનગર સહિત રાજ્યભરમાં ઠંડીની વધુ એક લહેર શરૂ થઈ છે. ગગડતા તાપમાન પારા અને વેગીલા વાયરાને લઈએને જામનગર ટાઢુંબોળ થઇ રહ્યું છે. જેને લઈને લોકો સાથે પશુ પક્ષીઓનું પણ જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જામનગરમાં ઉતરાયણ બાદ ઠંડીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.

    તાપમાનનો પર 14 ડિગ્રીએ સ્થિર

    રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે તા. 25, 26 અને 27 ના રોજ ઠંડીનુ પ્રમાણ વધે તેવી આગાહી કરવામા આવી રહી છે.જે ને લઈને જામનગરમાં ઠંડીના આ રાઉન્ડની અસર વર્તાવા મંડી છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ સ્થિર રહ્યો હતો તો મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું. એજ રીતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58 ટકા રહેવા પામ્યું હતું.



    બીજી બાજુ ઠંડા પાવનની ગતિમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે જેમાં 7.5 કિમિની ઝડપથી પવન ફૂંકાયો હતો. જેથી માર્ગો સુમસામ જોવા મળ્યા હતા.

    ગઈકાલે લઘુતમ તાપમાન નોંધાયું હતું લઘુતમ તાપમાન 14 ડિગ્રી

    તંત્ર દ્વારા સત્તાવાર જાહેર થયેલા આંકડા મુજબ ગઈકાલે રવિવારે. લઘુતમ તાપમાન 14 ડિગ્રી રહ્યું હતું. જ્યારે મહતમ તાપમાનો પારો 24 ડિગ્રી પર સ્થિત થયો હતો. બીજી બાજુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61 ટકા રહેવા પામ્યું હતું અને પવનની ગતિ 4 કિમિની નોંધાતા શહેરમાં શીત લહેર જોવા મળી હતી.
    First published:

    Tags: Local 18, Winter, જામનગર, હવામાન

    विज्ञापन