Home /News /jamnagar /Jamnagar: જાણો જામનગરની એ. કે. દોશી મહિલા કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી

Jamnagar: જાણો જામનગરની એ. કે. દોશી મહિલા કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી

X
જામનગરમાં

જામનગરમાં આવેલી 50 વર્ષ જૂની મહિલા કોલેજ

મહિલાઓ સારી રીતે શિક્ષિત બની સમાજનું જીવન ધોરણ ઊંચું લાવી શકે તે માટે દરેક જિલ્લામાં મહિલા કોલેજ (Women College) ની સ્થાપના કરવામાં આવતી હોય છે. આવી જ એક મહિલા કોલેજ જામનગર (Jamnagar) માં આવેલી છે. આ મહિલા કોલેજની સ્થાપનાને 50 વર્ષ પુર્ણ થવામાં છે. 

વધુ જુઓ ...
Sanjay vaghela, jamnagar: આજના યુગમાં મહિલાઓ (Women) દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, તો કેટલાક એવા પણ ક્ષેત્ર છે જેમાં મહિલાઓ ખુબ જ સારી પ્રતિભા દેખાડી રહી છે. દરેક મહિલાઓની સફળતા માટે શિક્ષણ (Education) ખુબ જ જરૂરી છે. આથી મહિલાઓ સારી રીતે શિક્ષિત બની સમાજનું જીવન ધોરણ ઊંચું લાવી શકે તે માટે દરેક જિલ્લામાં મહિલા કોલેજ (Women College) ની સ્થાપના કરવામાં આવતી હોયછે. આવી જ એક મહિલા કોલેજ જામનગર (Jamnagar) માં આવેલી છે. આ મહિલા કોલેજની સ્થાપનાને 50 વર્ષ પુર્ણ થવામાં છે.આ સંસ્થામાંથી શિક્ષણ મેળવીને અનેક મહિલાઓ ઉચ્ચ હોદા પર બિરાજે છે અને સમાજસેવાનું કામ કરી રહી છે. હાલ નવા સત્રની શરૂઆત થઇ ચુકી છે ત્યારે આ સંસ્થામાં એડમિશન લેવું હોઈ તો જાણી લો સમગ્ર પ્રક્રિયા.

કોલેજનો ઇતિહાસ

એ.કે.દોશી મહિલા કોલેજ (A.K. Doshi Mahila College Jamnagar) ની શરૂઆત 1975માં થઇ હતી, કોલેજનું ઉદ્ઘાટન તત્કાલીન માનનીય રાજ્યપાલ જયસુખલાલ હાથી દ્વારા કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આર્ટસ, કોમર્સ અને હોમ સાયન્સના કોર્ષ થતા હતા, પરંતુ હાલમાં હોમ સાયન્સમાં સંખ્યા ન થતા કોર્ષ બંધ કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો- ચોમાસાની શરૂઆતમાં જ કરૂણ ઘટના

કોલેજને મળ્યો છે A ગ્રેડ

એટલું જ નહીં હાલરની સૌથી મોટી મહિલા કોલેજને શૈક્ષણિક સિદ્ધિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સહ-અભ્યાસિક, અભ્યાસેત્તર પ્રવૃત્તિઓ અને અન્ય સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને UGC ની NAACએ 2016માં 'A' ગ્રેડ પણ આપ્યો છે. પ્રિન્સિપાલે વધુમાં જણાવ્યું કે અમારી કૉલેજનું સૂત્ર છે 'હું કરીશ અને હું કરી શકું છું', જે અમારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. સપના સાકાર કરવા અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે. એ.કે.દોશી મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાચા અર્થમાં માને છે કે કંઈપણ અશક્ય નથી અને તે જ અમારી કોલેજની સફળતાનું રહસ્ય છે.

આ પણ વાંચો- ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ આવ્યા કોરોનાની ઝપેટમાં

કોલેજનું એડ્રેસ નોંધી લો

કોલેજમાંએડમિશન માટેનીલિંક https://www.akdmc.org/admission_1 છે. આ સિવાય સંસ્થાના ફોન નંબર - 0288- 2756298. કોલેજના એડ્રેસની વાત કરીએ તો પટેલ કોલોની વિસ્તારમાં આ મહિલા કોલેજ આવેલી છે.

First published:

Tags: Jamnagar City, Jamnagar News, જામનગર સમાચાર