જામનગરમાં મનપાએ શરુ કર્યો વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ, જાણો શું છે અને તેનાથી
જામનગર: હવે ચોમાસાની સીઝન શરુ થવાને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. એવામાં વીજતંત્ર, મહાનગરપાલિકા સહીતની ટીમ સફાળી જાગી છે. વીજ જોડાણથી લઇને શહેરમાં વૃક્ષો અને નદી નાળા વગેરેનું સમારકામ શરુ કરવામાં આવી રહ્યું છે.
જામનગર: હવે ચોમાસા(Monsoon)ની સીઝન શરુ થવાને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.એવામાં વીજતંત્ર, મહાનગરપાલિકા (Corporation) સહીતની ટીમ સફાળી જાગી છે. વીજ જોડાણથી લઇને શહેરમાં વૃક્ષો અને નદી નાળા વગેરેનું સમારકામ શરુ કરવામાં આવી રહ્યું છે.
શહેરમાં વિવિધ સરકારી જગ્યાઓ પર આવેલા બોર ઊંડા (Water Harvesting) કરવાની કામગીરી .
બીજી બાજુ જામનગર(Jamnagar) મહાનગરપાલિકા દ્વારા વરસાદના પાણીનો સદઉપયોગ કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં વિવિધ સરકારી જગ્યાઓ પર આવેલા બોર ઊંડા (Water Harvesting) કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી પાછળ અંદાજે 2.78 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો જેમાં મહદવ અંશે સફળતા પણ મળી છે.
ગત ચોમાસામાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો, જેમાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયાં હતા.
જામનગરમાં ગત ચોમાસામાં અનરાધાર વરસાદ ખાબક્યો હતો, જેમાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયાં હતા. જો કે આ વર્ષે આવી સ્થિતિમાં વરસાદી પાણી સીધું જ જમીનમાં ઉતરી જાય અને શહેરના જળસ્તર ઊંચા આવે તે માટે પ્રયાશ હાથ ધરવામાં આવ્યા છે. આથી શહેરમાં આવેલી પંચવટી સોસાયટીની કેનાલથી એમ.પી.શાહ આવાસ યોજનાના વોકળા સુધી રૂપિયા 78.87 લાખના ખર્ચે 40 સ્ટ્રોમ વોટર ડ્રેનેજના મેઇન હોલમાં 200 MM ડાયાના 100 ફૂટ ઊંડા 40 બોર બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
શું છે વોટર હાર્વેસ્ટિંગ અને તેનાથી શું ફાયદો થાય છે ?
બોરથી વરસાદી પાણી સીધું દરિયામાં જતું અટકશે જામનગરમાં મહાપાલિકા દ્વારા જુદા-જુદા ત્રણ વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે 82 બોર બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે વરસાદી પાણી કે જે પહેલા સીધું દરિયામાં જતું હતું તે અટકશે. આથી વરસાદી પાણી જમીનમાં ઉતરતા જમીનના તળ ઉંચા આવશે. નીચાળવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાશે નહીં.
શહેરમાં આવેલી પટેલ કોલોની શેરી નં.9-10 ના છેડેથી લાલબહાદુર સોસાયટી થઇને ગાંધીનગર રેલવે સ્ટેશન સુધીના 1,150 મીટરના માર્ગમાં રૂ.1.48 કરોડના ખર્ચે 30 મેઇન હોલમાં 30 બોર સાથે પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ જ રીતે વોર્ડ નં.6 માં ગણપતનગર રેલવે ફાટકથી સોનલનગર વિસ્તારમાં અર્ધોકીલોમીટર લંબાઇમાં 12 બોર કરવા રૂ.52 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન નાખવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર