Home /News /jamnagar /જામનગર: આ બાળ કલાકાર બોલતા પછી પહેલા અભિનય શીખ્યો, સેટ પર જ કરતો ઓનલાઇન અભ્યાસ

જામનગર: આ બાળ કલાકાર બોલતા પછી પહેલા અભિનય શીખ્યો, સેટ પર જ કરતો ઓનલાઇન અભ્યાસ

જામનગરનો બાળ કલાકાર

જામનગરના બાળકો આજે તમામ ક્ષેત્રમાં શહેર, રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. જેમાં રમત ગમત ક્ષેત્ર હોય કે પછી એક્ટિંગ ક્ષેત્ર હોઈ. જામનગરમાંથી આવી જ એક પ્રતિભા ઉભરીને બહાર આવી છે. જેનું નામ છે કેવિન ચરાડવા (Kevin Charadva Child Artist) 

વધુ જુઓ ...
  Sanjay Vaghela, Jamnagar: આજના જમાનામાં પેરેન્ટ્સ (Parents) પોતાના બાળકો (Children) ને પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા માટે જરૂરી તમામ મદદ કરે છે, એટલું જ નહીં જરૂર પડે ત્યાં તેની પડખે પણ ઉભા રહે છે. ખાસ કરીને જામનગર જેવા નાના શહેરોમાં પણ વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ સિવાય અન્ય ક્ષેત્રમાં આગળ વધવા મદદ કરી રહ્યા છે. જેના કારણે જામનગરના બાળકો આજે તમામ ક્ષેત્રમાં શહેર, રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. જેમાં રમત ગમત ક્ષેત્ર હોયકે પછી એક્ટિંગ ક્ષેત્ર હોઈ. જામનગરમાંથી આવી જ એક પ્રતિભા ઉભરીને બહાર આવી છે. જેનું નામ છે કેવિન ચરાડવા (Kevin Charadva Child Artist)જે હાલમાં જ જાણીતી ટીવી સિરિયલ (TV Programme) માં કામ કરીને પરત ફર્યો છે. કેવિનના માતા પિતાને વિશ્વાસ છે કે આગળ જઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવિન જામનગરનું નામ જરૂર રોશન કરશે.

  બાળ કલાકાર કેવીને ભજવ્યું બલરામનું પાત્ર

  જામનગરમાં રહેતા સાત વર્ષીય કેવિન ચારડવાએ એક જાણીતી ટીવી ચેનલમાં એક ધાર્મિક સિરિયલમાં બલરામનું પાત્ર ભજવ્યું છે. આ સિરિયલમાં કેવીને 190માં એપિસોડમાં લીડ રોલમાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં સિરિયલનું શુટિંગ 9 મહિના સુધી ચાલ્યું હતું. આથી તે આટલી સમય બહાર હતો. જો કે નવ મહિના બાદ જયારે તે શૂટિંગ કરીને વતન જામનગર તેના ઘરે પહોંચ્યો તો ત્યારે ભાવ વિભોર પણ થઇ ગયો હતો. આ દ્રશ્યો જોઈને બધા અચબીત પણ થઇ ગયાં હતા. જો કે પરિવારમાં ઘણી ખુશીનો માહોલ પણ હતો, કારણ કે કેવીને પરિવાર અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.

  જામનગરના બાળ કલાકાર કેવિન ચરાડવાએ બલરામનુ પાત્ર ભજવીને ટેલીવિઝનની દુનિયામાં સફળતાનું પ્રથમ પગલુ માંડ્યુ છે. આ અંગે કેવિનના પિતા કૌશલ ચરાડવાએ જણાવ્યું કે કેવિન દોઢ વર્ષનો હતો ત્યારથી જ અભિનય કરે છે, કેવિન બોલતા પછી શીખ્યો, પહેલા તે એકટિંગ શીખ્યો હતો. બાળપણથી જ તેના હાવભાવ એક્ટર જેવા હતા, આથી અમે પણ તેને પ્રોત્સાહન આપ્યું અને તેને આ દિશામાં આગળ વધવા સપોર્ટ કરી રહ્યા છીએ.

  ઓનલાઇન અભ્યાસ કરતો અને એકટિંગ કરતો

  કેવિનના પિતાએ જણાવ્યું કે તેનો પુત્ર હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે, કોરોના દરમ્યાન સ્કૂલમાં ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવતો હતો. સિરિયલના શૂટિંગ દરમ્યાન તે ઓનલાઇન શિક્ષણ પ્રાપ્ત કરતો હતો. એક્ટિંગને કારણે શિક્ષણ કાર્યમાં કોઈ મુશ્કેલી પડી નથી. 14 કે તેથી વધુ કલાક શૂટિંગના સેટ પર અભિનયનું કામ કરવાનું હતું. દિવસભર શૂટિંગ પર રહેવાનુ થતુ હોવાથી સેટ પર જ તેની માતા રૂપલબેન તેની સાથે રહીને તેને સેટ પર જ ઓનલાઇન અભ્યાસ કરાવતા હતા. તેના શૂટિંગ દરમિયાન વચ્ચે મળતા ટાઈમમાં તે શિક્ષણ મેળવતો હતો. ધોરણ 2માં અભ્યાસ કરતો બાળ કલાકાર કેવિન અભ્યાસમાં હોશિયાર છે. તેણે ધોરણ 1માં એ પ્લસ ગ્રેડ મેળવ્યો છે.

  આ બાળ કલાકારે 35 જેટલા એવોર્ડ મેળવ્યા છે

  જામનગરના શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા 7 વર્ષીય કેવીન કૌશલ ચરાડવાને નાનપણથી મોડેલીંગ, એકટીંગનો શોખ છે. 7 વર્ષમાં તેણે જુદા-જુદા શહેરમાં વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને 35 જેટલા એવોર્ડ મેળવ્યા છે. જેમાં મોડલીંગ, ફેશન શો, ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, એકટીંગ વગેરે માટે જામનગર, ગોંડલ, સુરત, મુંબઈ, વડોદરા સહીતના શહેર માંથી એવોર્ડ મેળવ્યા છે. તાજેતરમાં બેસ્ટ ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કેવિને એવોર્ડ મેળવ્યો છે. દોઢ વર્ષની વયે તેણે બદમાસ રાઉડી હિન્દી ફીલ્મમાં બાળકલાકાર કામ કર્યુ હતુ.

  કેવી રીતે થયું સિલેકશન?

  એક ટીવી ચેનલમાં ‘હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી’ ધારાવાહીક આવી રહી છે, જેમાં જામનગરના કેવીને કાન્હાના મોટા ભાઈ બલરામનુ પાત્ર ભજવ્યુ છે. સિરિઅલ માટે ઓડીશન આપીને બલરામના પાત્ર માટે કેવિનની પસંદગી કરવામાં આવી હતી. કેવિને ઉમરગાંવમાં સતત 9 માસ સુધી શૂટિંગ કર્યા બાદ ઘરે આવેલા કેવિનનું ઢોલ સાથે વાજતે-ગાજતે તેનુ ફુલો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
  Published by:Azhar Patangwala
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन