Kishor chudasama, jamnagar: જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી અને આઈ.ટી.આઈ. દ્વારા આગામી તા. 20 માર્ચના રોજ સવારે 10: 30 કલાકે રોજગાર કચેરીમાં અને આઈ. ટી. આઈ. કેમ્પસ, એસ. ટી. ડેપો ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો- ડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે સ્થળ પર હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ફીટર ટર્નર, ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર સહિતના પદ પર ભરતી
રિલાયન્સ રિટેલમાં કસ્ટમર સર્વિસ ઓફિસરની 15 જગ્યામાં ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત નમ્રતા વેલનેસ સેન્ટર માટે પણ 10 ઇન્ડૉર માર્કેટિંગના પદ ઉપર ભરતી કરવામાં આવશે. વધુમાં એલએન્ડટી ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિકલની 20 જગ્યા અને જનરલ મિકેનિકલની 20 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
વધુમાં જી.એસ.સી.એલ ટીપીએસ સિક્કામાં વાયરમેન, ઇન્સ્ટ્રુમેન્ટ, મિકેનિકલ, ફીટર ટર્નર, ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર સહિત 152 પદ પર ભરતી કરવામાં આવશે.તેમજ આદિત્ય બિરલા કેપિટલમાં પણ સેલ્સ એકસિક્યુટિવના 30 પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
14 કંપનીઓમાં અનેક જગ્યાઓમાં ભરતી
સહકાર હાઉસિંગ ફાઇનાન્સમાં પણ 50 રિલેશનશિપ મેનેજર, સેલ્સ મેનેજર સહિતના પદ પર ભરતી કરાશે. આમ એન્જિનિયરિંગ કંપની, માર્કેટિંગ કંપની ઉપરાંત અક્ષયપાત્ર ફાઉન્ડેશન, બ્રાસ પાર્ટના કંપની સહિત 14 કંપનીઓમાં અનેક જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ સંપર્ક કરવા જણાવાયું છે.