Home /News /jamnagar /Jamnagar: આ જિલ્લામાં ખાનગી કંપનીઓમાં નોકરીનો વરસાદ, જાણી લો સંપૂર્ણ વિગત

Jamnagar: આ જિલ્લામાં ખાનગી કંપનીઓમાં નોકરીનો વરસાદ, જાણી લો સંપૂર્ણ વિગત

જામનગરમાં નોકરીની સુવર્ણ તક

જામનગરમાં નોકરી શોધતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. હાપા,જીઆઈડીસી, વસાઈ સહિતના સ્થળોએ આવેલ કંપનીમાં ઢગલાબંધ જગ્યા ખાલી હોવાથી જામનગર આઈટીઆઈ ખાતે ભરતી મેળો યોજાશે.

    Kishor Chudasama: જામનગરમાં નોકરી શોધતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. હાપા,જીઆઈડીસી, વસાઈ સહિતના સ્થળોએ આવેલી કંપનીમાં ઢગલાબંધ જગ્યા ખાલી હોવાથી જામનગર આઈટીઆઈ ખાતે ભરતી મેળો યોજાતો રહે છે, જેમાં જોડાવા અનુરોધ કરાયો છે.  અનુવૈદ્ય એન્જીનીયરીંગ, હાપા કંપનીમાં આઇટીઆઈ પાસ ફિટરની એક જગ્યા અને 2 વેલ્ડરની જગ્યા જ્યારે જીઆઈડીસી-3 માં ઓપ્ટિટેક એન્જીનીયરીંગ કંપનીમાં વેલ્ડર, ફિટર અને ટેક્નિકલ સહિત 10 જગ્યા, એક CNC લેઝર સીટ ઓપરેટર અને 1 CNC બેન્ડિંગ મશીન ઓપરેટર તથા 2 પ્રિન્ટ વર્કર અને 10 હેલ્પર અને આસિસન્ટની જગ્યા ખાલી છે.

    વધુમાં સાવન સ્વીટ વસાઈ ખાતેની કંપનીમાં ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવતા 2 સુપરવાઈઝર, 1 અનુભવી એકાઉન્ટ, Bsc પાસ ક્યુસી અને 2 ઓફીસ આસિસ્ટન્ટ, 1 એચઆર અને 10 મજૂરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જીઆઈડીસી-3 આવેલ જેકપ કંપનીમાં ડિપ્લોમા, આઈટીઆઈ પાસ 2 ક્યુસી લાઇન ઇન્સ્પેક્ટરની જગ્યા પર અરજી મંગાવાઈ રહી છે.

    વધુમાં જીઆઈડીસી-3ની એન્જલ ટુર્નામેટિક્સમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર 1 માર્કેટિંગ એક્સકયુટીવ, 1 એકાઉન્ટન્ટ, 2 CNC ઓપરેટર, 1 ક્યુલિટી ચેકની જગ્યા ભરવામાં આવી રહી છે. ઉપરાંત હાપા ખાતે આવેલ અતુલ ઓટોમાં 1 સર્વિસ એડવાઇઝર, કસ્ટમર રીલેશન મેનેજર, 2 વોરંટી ઇન્ચાર્જ, 4 સેલ્સ એકઝીકયુંટિવ અને 1 કોમ્પ્યુટર ઓપરેટર તથા 1 ડિજિટલ માર્કેટિંગની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

    ઈચ્છુક ઉમેદવારોને વધુ માહિતી માટે પારુલબેનના મોબાઈલ નંબર 9310919393 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Jobs, Local 18, જામનગર

    विज्ञापन
    विज्ञापन