Home /News /jamnagar /Jamnagar: દ્વારકા જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમમાં નોકરીની તક, આવી રીતે કરો અરજી
Jamnagar: દ્વારકા જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમમાં નોકરીની તક, આવી રીતે કરો અરજી
Jamnagar: આ સરકારી કચેરીમાં બહાર પડી ભરતી, પગાર 21 હજારથી વધુ
દેવભુમિ દ્વારકા જીલ્લામાં કાર્યરત જીલ્લા બાળ સુરક્ષા એકમ, દેવભૂમિ દ્વારકા માટે 11 માસ કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલી જગ્યાઓ ભરવા 21 થી 40 વર્ષના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે
Sanjay Vaghela, Jamnagar: સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ દેવભુમિ દ્વારકા જીલ્લામાં કાર્યરત જીલ્લા બાળ સુરક્ષા એકમ, દેવભૂમિ દ્વારકા માટે 11 માસ કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલી નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા 21 થી 40 વર્ષના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.આ માટે જરૂરી નિયમો, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી નીચે આપવામાં આવી છે.
(1) કાનૂની સહ પ્રોબેશન અધિકારી કુલ જગ્યા- 1વેતન 21,000/- પ્રતિ માસલાયકાત - LLB સાથે લઘુતમ 55 % સાથે ઉતીર્ણ અને શૈક્ષણિક લાયકાત અનુરૂપ ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ જરૂરી છે.
(2) કાઉન્સેલર કુલ જગ્યા - 1વેતન 14,000/- પ્રતિ માસ લાયકાત - મનોવિજ્ઞાન સાથે અનુસ્નાતક લઘુતમ ૫૫% સાથે ઉતીર્ણ હોવા જરૂરી.શૈક્ષણિક લાયકાત અનુરૂપ મીનીમમ 02 વર્ષનો અનુભવ આવકાર્ય છે. (3) સામાજીક કાર્યકર કુલ જગ્યા- 1 (મહિલા-1) વેતન 14,000/- પ્રતિ માસ MRM/MSW/MRS/ મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુતમ 50% સાથે ઉતીર્ણ હોવા જરૂરી છે.શૈક્ષણિક લાયકાત અનુરૂપ 02 વર્ષનો અનુભવ આવકાર્ય છે. (4) એકાઉન્ટન્ટ કુલ જગ્યા - 1 વેતન 14,000/- પ્રતિ માસB.com/M.com/ca લઘુતમ 50% સાથે ઉત્તીર્ણ હોવા જોઈએ. હિસાબી કચેરી કાર્યપદ્ધતિનાં ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ટેલી સાથેનો 02 વર્ષનો અનુભવ (5) ડેટા એનાલીસ્ટ કુલ જગ્યા - 1 વેતન 14,000/- પ્રતિ માસકોઇ પણ વિધાશાખામાં સ્નાતક અથવા કોમ્પ્યુટરની ડીગ્રી/ડીપ્લોમાં 50% ગુણ સાથે ઉતીર્ણ હોવા જોઈએ.Ms Office અને ઈન્ટરનેટ અને માહીતી વિશ્લેષણ ક્ષેત્રે 02 વર્ષનો અનુભવ હોવો જોઈએ. (6) આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર કુલ જગ્યા - 1, વેતન 12,000 પ્રતિ માસકોઇ પણ વિધાશાખામાં સ્નાતક (ડીપ્લોમા ઇન કોમ્પ્યુટર (DCA) લઘુતમ 50% સાથે ccc ટાઇપીંગ 40 શબ્દ પ્રતિ મીનીટ હોવી જોઈએ.Ms Office અને કોમ્પ્યુટરાઇઝ ડેટા એન્ટ્રી અંગેનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. (7) આઉટરીચ વર્કર કુલ જગ્યા - 1 વેતન 11,000/- પ્રતિ માસ BR5/BSW/મનોવિજ્ઞાન/સમાજ શાસ્ત્ર સાથે સ્નાતક લઘતમ 50 ટકા સાથે ઉતીર્ણ હોવા જોઈએ.શૈક્ષણિક લાયકાત અનુરૂપ સરકારી પ્રોજેકટ કે સ્વૈચ્છીક સંસ્થામાં 1 વર્ષનો અનુભવ
ઉપરોકત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસથી દિન 10માં (જાહેર રજા સાથે) હસ્તલેખીત અરજી, તાજેતરના ફોટોગ્રાફ્સ અને જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત નકલ સાથે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, 1/31, ભોયતળીયે, જીલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ધરમપુર, ખંભાળીયા – 361305 ને મળે તે રીતે માત્ર રજીસ્ટર એડી દ્વારા મોકલવાની રહેશે. અધુરી વિગતો વાળી તથા નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
2. અરજદારે દરેક જગ્યા માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. કવર ઉપર જગ્યાનું નામ, ઉમેદવારનું નામ, સરનામું, મોબાઇલ નંબર દર્શાવવાની રહેશે.
3. ઈન્ટરવ્યું પસંદગી માટે જાહેરાત મુજબની નિયત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોને જ કોલ લેટર મોકલવામાં આવશે. 4. દરેક જગ્યા માટે કોમ્પ્યુટરની બેઝીક જાણકારી અંગેનું ccc નું પ્રમાપપત્ર ફરજીયાત જોડવાનું રહેશે. 5. ઉપરોકત કરાર આધારિત જગ્યાઓની ભરતી અંગેનો આખરી નિર્ણય જીલ્લા પસંદગી સમિતી દેવભૂમિ દ્વારકાનો રહેશે.