Home /News /jamnagar /

Job in Jamnagar: જામનગરમાં નોકરીની તક, ખાનગી કંપનીમાં બહાર પડી ભરતી, વાંચો સંપૂર્ણ વિગત

Job in Jamnagar: જામનગરમાં નોકરીની તક, ખાનગી કંપનીમાં બહાર પડી ભરતી, વાંચો સંપૂર્ણ વિગત

ખાનગી કંપનીમાં બહાર પડી ભરતી

News18ના ડિજિટલ પ્લેટફોર્મ પર રોજગારની શોધમાં રહેલા યુવક-યુવતીઓને મદદરૂપ થઇ શકાય તે માટે ખાસ આવા સ્થાનિક નોકરીદાતાઓનો સંપર્ક કરી વેકેન્સીના આર્ટિકલ પબ્લિસ કરવામાં આવશે જેની મદદથી જરૂરિયાતમંદ યુવાનોને નોકરી મળતી રહે.

    Sanjay Vaghela, Jamnagar: આજના સ્પર્ધાત્મક યુગમાં મોટી સંખ્યામાં એવા યુવાનો છે જેઓ રોજગારી (Employment in Jamnagar)ની શોધમાં છે.ઘણા યુવાનો લાયકાત ધરાવતા હોવા છતાં તેઓ સરકારી નોકરી (Government jobs)ની તૈયારી કરવા લાગે છે. અને અનેક વર્ષો સુધી મહેનત કરવા છતાં નોકરી મળતી નથી, જો કે અનેક એવી ખાનગી કંપનીઓ છે જ્યાં લાયક યુવાનોને નોકરી (Job in Private sector)ની તક આપે છે અને સાથે સારો પગાર પણ આપે છે. એટલું જ નહીં ખાનગી કંપનીમાં પણ અનુભવ પ્રમાણે પગાર વધારો અને પ્રમોશનનો પણ લાભ તો મળતો રહે છે. News18ના ડિજિટલ પ્લેટફોર્મ પર રોજગારની શોધમાં રહેલા યુવક-યુવતીઓને મદદરૂપ થઇ શકાય તે માટે ખાસ આવા સ્થાનિક નોકરીદાતાઓનો સંપર્ક કરી વેકેન્સીના આર્ટિકલ પબ્લિસ કરવામાં આવશે જેની મદદથી જરૂરિયાતમંદ યુવાનોને નોકરી મળતી રહે.

    જામનગરમા વિશાળ ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર આવેલો છે જ્યાં અનેક મોટી મોટી કંપનીઓ આવેલી છે. આ કંપનીઓમાં છાશવારે મેનપાવરનું જરૂરિયાત રહેતી હોઈ છે. આવી જ એક કંપની કેબટેક એન્જીનીયરિંગ છે જેમાં લાયકાત ધરાવતા યુવાનોની ભરતી બહાર પડી છે. આ કંપનીમાં અનુભવીથી લઈને ફ્રેશર ઉમેદવારોને સારા પગાર સાથે નોકરી આપવામાં આવી રહી છે.

    કેબટેક એન્જીનીયરિંગ દરેડ GIDC ફેઝ 2માં આવેલી છે. કેબટેક એન્જીનીયરિંગ LLP ઇન્ડસ્ટ્રીમાં વિવિધ પદ માટે ભરતી બહાર પડી છે, જેમાં લાયક ઉમેદવારોને સારો પગાર આપવામાં આવશે.

    કયાં પદ પર બહાર પડી ભરતી ?

    1) ક્વોલિટી કંટ્રોલમાં કુલ એક જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. આ જગ્યા પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર પાસે 0થી 1 વર્ષનો અનુભવ આવકાર્ય છે. આ સિવાય એજ્યુકેશનની વાત કરીએ તો તેમની પાસે ડિપ્લોમા મેકેનિકલની લાયકાત હોવી જોઈએ.

    પગાર - આ જગ્યા પર માત્ર પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકશે અને લાયક ઉમેદવારને 10 હજારથી 15 હજાર સુધીનો પગાર આપવામાં આવશે.

    2) સ્ટોર સુપરવાઇઝર માટે કુલ એક જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. આ જગ્યા માત્ર પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકશે. જયારે લાયકાતની વાત કરીએ તો કોઈપણ કક્ષામાં સ્નાતક વ્યક્તિ અરજી કરી શકશે, જેમની પાસે 0થી 1 વર્ષનો અનુભવ આવકાર્ય છે.

    પગાર - આ જગ્યા પર લાયક ઉમેદવારને 10થી 15 હજાર પગાર આપવામાં આવશે.

    3) એકાઉન્ટ આસિસ્ટન્ટ ના પદ માટે એક જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે, જેમાં માત્ર પુરુષ ઉમેદવાર જ અરજી કરી શકે છે. આ વેકેન્સી માટે ઉમેદવાર પાસે B.Com નો અભ્યાસ હોવો જરૂરી છે. આ સિવાય 0થી એક વર્ષનો અનુભવ આવકાર્ય છે.

    પગાર - આ જગ્યા માટે ઉમેદવારને પસંદગી થયા બાદ 10 હજારથી 15 હજાર સુધીનો પગાર આપવામાં આવશે.

    4) ડિઝાઇન ના કામ માટે એક વેકેન્સી છે, જેમાં પુરુષ અને મહિલા બંને અરજી કરી શકે છે. આ ખાસ જગ્યા માટે ઉમેદવારને કેદ, સોફ્ટવેર, મિકેનિકલ પ્રોસેસ GD&D નું જ્ઞાન હોવું જરૂરી છે. આ જગ્યા માટે 0થી 1 વર્ષનો અનુભવ આવકાર્ય છે.

    પગાર - આ જગ્યા માટે ઉમેદવારના અનુભવ અને નોલેજના આધારે પગાર આપવામાં આવશે.

    કેવી રીતે કરવી અરજી?

    ઉપર જણાવ્યા પ્રમાણેની માહિતી મેળવી લાયક ઉમેદવાર જો અરજી કરવા ઈચ્છે તો તે માટે hr@cabtecheng.com પર બાયોડેટા મોકલવાનો રહેશે, તથા મો - 9023062991 પર સંપર્ક કરવાનો રહેશે. કોઈ ઉમેદવાર રૂબરૂ કંપનીની મુલાકાત લેવા ઈચ્છે તેઓ માટે સંપનીનું સરનામું છે એનકોરા ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક, SMI સર્કલ, ફેઝ-3 પ્લોટ નંબર - 17, દરેડ જીઆઈડીસી, જામનગર.

    નોંધ - આ આર્ટિકલનો હેતુ જરૂરિયાતમંદ યુવાનોને નોકરી મળે અને નોકરીદાતાઓને યોગ્ય ઉમેદવાર મળે એટલો જ છે, નોકરી મેળવતા પહેલા અને નોકરી આપતા પહેલા યોગ્ય ખરાઈ કરી લેવી, આ માટે News18 જવાબદાર રહેશે નહીં.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Job, કેરિયર, જામનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन