જામનગરમાં નાની મોટી અનેક બ્રાસ ઉદ્યોગની કંપનીઓ આવેલી છે. આ કંપનીઓમાં વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે. એટલું જ નહીં આ કંપનીઓ મોટા પ્રમાણમા રોજગારી પણ આપે છે, જેનો સીધો ફાયદો સ્થાનિક યુવક યુવતીઓને પણ થાય છે.
Sanjay Vaghela, Jamnagar: જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ માનવામાં આવે છે. અહીં ધાર્મિક વાતાવરણની સાથે ઔદ્યોગિક વસાહતો પણ ખૂબ મોટા પ્રમાણમા આવેલી છે. ખાસ કરીને જામનગર પીતળ ઉદ્યોગ (Brass industry in Jamnagar) માટે દેશ દુનિયામાંખુબ જ પ્રખ્યાત છે. જામનગરમાંનાની મોટી અનેક બ્રાસ ઉદ્યોગની કંપનીઓ આવેલી છે. આ કંપનીઓમાંવર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે. એટલું જ નહીં આ કંપનીઓ મોટા પ્રમાણમા રોજગારી (Jobs in Jamnagar) પણ આપે છે, જેનો સીધો ફાયદો સ્થાનિક યુવક યુવતીઓને પણ થાય છે. ત્યારે આ કંપનીઓમાં સમયાંતરે મેન પાવરની જરૂરિયાત પડતી રહે છે. જામનગરમાંઆવી જ એક જાણીતી પટેલ બ્રાસ ઇન્ડસ્ટ્રીમાં નોકરી માટે બાયોડેટા મંગાવવામાંઆવ્યા છે. તો આવો વિગતે તેના વિશે માહિતી મેળવીએ.
લઘુતમ અનુભવ: મહિલા માટે ત્રણ વર્ષ અને પુરુષ માટે બે વર્ષ
શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ
પગાર: 15000 થી 25,000
ઇન્ટરવ્યૂ પ્રોસેસ: આ નોકરી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ કંપનીના ઇ-મેઈલ આઈડી પર રિઝ્યુમ મોકવાનું રહેશે, જે marketing@patelbrass.com છે. આ સિવાય મોબાઈલ નંબર 8866710023 પર પણ રિઝ્યુમ મોકલી શકો છો.
2.કંપનીનું નામ: ચિરાગ એન્ટરપ્રાઇઝ, દરેડ, જામનગર
જગ્યાનું નામ: ક્વોલિટી ચેક (QC)
પગાર: 13,000 થી શરૂ
લાયકાત: વર્નિયર કેલીપર અને માઇક્રોમીટરનું જ્ઞાન હોવું જરૂરી.
રાજ સિક્યુરિટીઝ અને ચિરાગ એન્ટરપ્રાઇઝ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ 8866710023 પર અરજી મોકલવાની રહેશે.
નોંધ: આ આર્ટિકલનો હેતુ જરૂરિયાતમંદ યુવાનોને નોકરી મળી રહે અને નોકરીદાતાઓને યોગ્ય ઉમેદવાર મળી રહે એટલો જ છે. નોકરી મેળવતા પહેલા અને નોકરી આપતા પહેલા યોગ્ય ખરાઈ કરી લેવી, આ માટે News18 જવાબદાર રહેશે નહીં.