Home /News /jamnagar /

Jamnagar: જામનગરમાં રાષ્ટ્રધ્વજ આ જગ્યાએ કરાવી શકો છો જમા, વાંચો પૂરી વિગત

Jamnagar: જામનગરમાં રાષ્ટ્રધ્વજ આ જગ્યાએ કરાવી શકો છો જમા, વાંચો પૂરી વિગત

રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવી દરેક નાગરિકની ફરજ

તિરંગા અભિયાન 15 ઑગસ્ટ સુધી જ હતું. હવે દેશની શાન એવા રાષ્ટ્રધ્વજની ગરિમા ઝળવાઈ રહે તેનું પણ દરેક નાગરિકે ધ્યાન રાખવું જોઈએ. જો કે આ માટે જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation) અને વિવિધ સંસ્થાઓ આગળ આવી છે

    Jamnagar: દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત (Azadi ka Amrit Mahotsav) હ૨ ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Abhiyan)માં જોડાવા માટે જનતાને અપીલ કરવામાં આવી હતી.દેશની જનતા પણ ખુબ જ ઉત્સાહ સાથે આ અભિયાનમાં જોડાઈ અને પોતાના ઘર, ઓફિસ પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો (Flag Hoisting) હતો. જામનગરના લોકો પણ દેશભાવના સાથે ગર્વથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.જો કે તિરંગા અભિયાન 15 ઑગસ્ટ સુધી જ હતું. હવે દેશની શાન એવા રાષ્ટ્રધ્વજની ગરિમા ઝળવાઈ રહે તેનું પણ દરેક નાગરિકે ધ્યાન રાખવું જોઈએ. જો કે આ માટે જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation) અને વિવિધ સંસ્થાઓ આગળ આવી છે અને જે લોકો રાષ્ટ્રધ્વજ જમાં કરાવવા ઈચ્છે તેઓ જમાં કરાવી શકે છે.

    જામનગર મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે કે મકાન, દુકાન, ઓફિસ, કારખાના વિ. કોઈ પણ મિલક્ત પર ફરકાવવામાં આવેલ રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાય એ રીતે વ્યવસ્થિત આયોજન કરી રાષ્ટ્રધ્વજને સ્વૈચ્છાએ જમા કરાવવા માંગતા હોય તો જામનગર મહાનગરપાલીકા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

    આથી જેઓ રાષ્ટ્રધ્વજ જમા કરાવવા ઈચ્છતા હોયતો મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ, તમામ સિવિક સેન્ટર્સ, તમામ આરોગ્ય કેન્દ્ર પર કામકાજના સમય દરમિયાન તારીખ 17/08/2022થીતા.25/08/2022 સુધીમાં જમા કરાવી આપવા જામનગર મહાનગરપાલિકા કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા અપીલ કરવામાં આવી છે.

    તો જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર કલબ દ્વાર પણ તિરંગા એકત્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં નામ અને નંબર સાથે તિરંગા સ્વીકાર કરશે અને નગરજનોએ પણ આ અભિયાનમાં સહયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

    આ પણ વાંચો:  અદભૂત છે શિવજીનું આ મંદિર, એક હજાર શિવલિંગની કરવામાં આવી છે સ્થાપના

    16 Aug થી 20 Aug સુધી આપણાં તિરંગા કે જે આપણાં ઘર, સ્કૂલ કે ઓફિસ પર લહેરાવ્યો હોય તેનું અપમાન જનક નિકાલ ના બદલે નીચે દર્શાવેલ સ્થળો પર જમા કરાવવા લાખોટા નેચર કલબ સહુને અપીલ કરે છે. એસટી રોડ, જયભાયાણી - M :9033550341, હોસ્પિટલરોડ/ પટેલકોલોની: જીતસોની, M : 9722872333, સેન્ટ્રલબેંક: સંદીપ વ્યાસ, M : 9898700657, સેતાવડ : નીરવ રામઈયા, M : 8460075200, પંચેશ્વરટાવર: જગત રાવલM : 9426208789, હરિયા કોલેજ : કમલેશરાવતM : 8320850371, ખોડિયાર મંદિર : જીગ્નેશનાકારM : 9824231433, પવન ચક્કી : મયુર નાખવાM : 9824224601
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamnagar City, Jamnagar News, Jamnagar Samachar, National Flag

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन