Jamnagar News: વર્ષ 2021-22નું સુધારા સાથેના આ બજેટમાં કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારાએ બજેટ રજુ કર્યું હતું.
જામનગર: જામનગર(Jamnagar) જિલ્લા પંચાયત(Jilla Panchayat)નું વર્ષ 2022-23નું અંદાજ પત્ર(budget)રજુ કરવામાં આવ્યું હતુ. આ વર્ષ ખાસ ડિજિટલ ઇન્ડિયા(Digital India)ને ધ્યાને રાખી મોબાઈલની મદદથી બજેટ રાજુ કરવામાં આવ્યું હતું, જેમાં પંચાયતની સભામાં હજાર તમામ લોકોને ક્યુઆર કોડથી બજેટ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું. કોડ સ્કેન કરતા જ બજેટની પીડીએફ ડાઉનલોડ થઇ ગયું હતું.
વર્ષ 2021-22નું સુધારા સાથેના આ બજેટમાં કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારાએ બજેટ રજુ કર્યું હતું. જેમાં જિલ્લા પંચાયત સ્વભંડોળનિ આવક ખર્ચનિ જોગવાઈ મુજબ ખુલતી સિલક 597.96 લાખ, અને વર્ષ 2022-23ની સૂચિત અંદાજિત આવક રૂપિયા 475.91 લાખ મળી કુલ રૂપિયા 1073.88 લાખની સામે 898.15 લાખના ખર્ચની જોગવાઈઓ કરી વર્ષના અંતે 175.73 લાખના પુરાંત સાથે બજેટ રાજુ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના વિકાસના કામો માટે 170.00 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ સોવાય સિંચાઈ ક્ષેત્રે ચેકડેમોના સમારકામ અને નવા બનાવવા માટે રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે., આ સિવાય રસ્તા રિપેર, આંગણવાડી સહિતના કામો કરવાના કામોને બજેટમાં સમાવવામાં આવ્યા હતા.