Home /News /jamnagar /Jamnagar news: શ્વાનનાં મોત બાદ બનાવી તેની સમાધિ, રોજ થાય છે પૂજા

Jamnagar news: શ્વાનનાં મોત બાદ બનાવી તેની સમાધિ, રોજ થાય છે પૂજા

X
રાજુ

રાજુ મહેતાએ મુંબઈની વેટરનરી કોલેજમાં પમ્મીની ટેક્સડર્મી ટ્રીટમેન્ટ કરાવી હતી. જેમાં પમ્મીના શરીરનો બહારનો ભાગ એમનો એમ જ રખાયો છે.

રાજુ મહેતાએ મુંબઈની વેટરનરી કોલેજમાં પમ્મીની ટેક્સડર્મી ટ્રીટમેન્ટ કરાવી હતી. જેમાં પમ્મીના શરીરનો બહારનો ભાગ એમનો એમ જ રખાયો છે.

Kishor chudasama, Jamnagar: સામાન્ય રીતે સાધુ-સંતો અને મહાન વ્યક્તિઓનાં નિધન બાદ તેઓની સમાધિ બનાવવામાં આવે છે. પરંતુ કોઈ પશુ-પક્ષીની સમાધિ બનાવવામાં આવે તેમ ભાગ્યે જ જોવા મળતું હોય છે. હા, પણ જામનગરમાં આવું બન્યું છે. જામનગરની એક શ્વાન પ્રેમી મહિલાએ પોતાનાં શ્વાનનાં નિધન બાદ તેની સમાધિ બનાવી છે અને હાલ તે ભગવાનની માફક આ સમાધિએ પૂજા અર્ચના પણ કરે છે.

શ્વાનનું મોત થતા રાજુબેન મહેતા આઘાતમાં શરી પડ્યા હતા
જામનગરના રણજીત નગરમાં આવેલા પટેલ સમાજ સામે રહેતા રાજુબેન મહેતા પહેલેથી જ પશુ પ્રેમી છે અને તેઓ જીવદયા અર્થે કાર્ય કરી રહ્યા છે. રાજુબેન મહેતા થોડા વર્ષો પહેલાં પોતાના ઘરે એક શ્વાનને લાવ્યા હતા. જેનું નામ પમ્મી રાખ્યું હતું. જેને ખૂબ લાડથી ઉછેર્યા બાદ તેની સાથે અલગ જ લાગણી બંધાઈ ગઈ હતી. આ દરમિયાન કોઈ કારણસર શ્વાનનું મોત થતા રાજુ મહેતા આઘાતમાં શરી પડ્યા હતા અને તેમને આ પમ્મીને આખી જિંદગી સાથે રાખવાનો વિચાર કર્યો હતો.



રાજુ મહેતાએ મુંબઈની વેટરનરી કોલેજમાં પમ્મીની ટેક્સીડર્મી ટ્રીટમેન્ટ (taxidermy mount) કરાવી હતી. જેમાં પમ્મીના શરીરનો બહારનો ભાગ એમનો એમ જ રખાયો છે. જ્યારે આંખો અને જીભ જ કૃત્રિમ છે. બાદમાં આ પમ્મીની કાચની પેટીમાં સમાધિ આપવામા આવી છે જેને પોતાના ઘરમાં જ રાખવામા આવ્યો છે. જેમાં ખાસ દવાનો ઉપયોગ કરાયો હોવાથી આ મમ્મી આગામી 50 વર્ષ સુધી એમનું એમ જ રહી શકે છે. પોતાના મૃત્યુ બાદ રાજુ મહેતાએ આ પમ્મીને મ્યુઝિયમમાં મુકવાની પણ તૈયારી દર્શાવી છે. એટલું જ નહી સવાર-સાંજ તેની પૂજા અને અગરબતી કરી તેના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના પણ કરવામાં આવે છે.
First published:

Tags: Jamnagar News, Local 18