Home /News /jamnagar /

Jamnagar: બે વર્ષ બાદ શરુ થયા વોટર પાર્ક, જુઓ ગરમીથી બચવા લોકો કેવી રીતે કરી રહ્યા છે એન્જોય

Jamnagar: બે વર્ષ બાદ શરુ થયા વોટર પાર્ક, જુઓ ગરમીથી બચવા લોકો કેવી રીતે કરી રહ્યા છે એન્જોય

આ

આ વીડિઓ જોઈને તમને ઠંડક થશે!

એક તરફ ઉનાળામાં સુરજદાદા પોતાનો આકરો મિજાજ દેખાડી રહ્યા છે ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવાં માટે વોટર પાર્કમાં જવાનુ પસંદ કરી રહ્યા છે. બીજી બાજુ બાળકોનું વેકેશન પણ શરુ થઇ ગયું હોવાથી વોટર પાર્કમાં લોકો ઉમટી રહ્યા છે.

    Sanjay Vaghela, Jamnagar: બે વર્ષથી સુમસામ બનેલા વોટર પાર્ક (Water Park) આ વખતે ઉનાળા (Summer) માં ફરી ધમધમતા થયાં છે. જામનગર (Jamnagar) ની ભાગોળે આવેલા હોલીડે વોટર પાર્ક (Holiday Water Park) ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને શનિવાર અને રવિવારે ખુબ જ ભીડ જોવા મળી રહી છે. લોકોની ભીડ જોઈને વોટરપાર્ક સંચાલકો પણ ખુશ જણાઈ રહ્યા છે. એક તરફ ઉનાળામાં સુરજદાદા પોતાનો આકરો મિજાજ દેખાડી રહ્યા છે ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવાં માટે વોટર પાર્કમાં જવાનુ પસંદ કરી રહ્યા છે. બીજી બાજુ બાળકોનું વેકેશન પણ શરુ થઇ ગયું હોવાથી વોટર પાર્કમાં લોકો ઉમટી રહ્યા છે. જામનગર નજીક આવેલા હોલીડે વોટર પાર્કમાં વિવિધ રાઈડસની મજા સાથે લોકો જમવાની મજા માણી રહ્યા છે. તો અહીં વેવ પુલ, વિવિધ રાઇડ્સ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

    કાળઝાળ ગરમીથી બચવાનો એક જ રસ્તો, વોટર પાર્ક

    જામનગર શહેરથી 15 કિલોમીટર દૂર હોલીડે રિસોર્ટ અને વોટર પાર્ક આવેલો છે. અહીં મોટી સંખ્યામાં લોકો ગરમીથી બચવાં માટે વોટર પાર્કમાં દોડી આવે છે. ખાસ કરીને રજાના દિવસોમાં માનવ મહેરામણ દોડી આવે છે. અહીં જંગલ પૂલ, રાઉન્ડ રાઇડ્સ, વેવ પૂલ, બાળકો માટે નાની રાઇડ્સ આવેલી છે.

    ખાસ કરીને લોકોને વેવ પૂલ અને લોન્ગ રાઇડ્સ ખુબ જ પસંદગી આવી રહી છે. તો વોટર પાર્કની સાથે સાથે લોકો માટે વોટર પાર્કમાં જ ભોજનની સુવિધા રાખવામાં આવી છે, જ્યાં બપોરના સમયે લોકો લંચ કર્યા બાદ આખો દિવસ વોટર પાર્કની મજા માણી શકે છે. આ સિવાય આઈસ્ક્રીમ, સોફ્ટ ડ્રિકના સ્ટોલ પણ ઉપલબ્ધ છે. તો અહીં સ્વિમિંગ પૂલના પાણીથી લઈને સાફ સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચો: Jamnagar: જામનગરનું ઘરેણું છે આ સુંદર લખોટા મ્યુઝિયમ, અંદર જુઓ કેટલી કેટલી વસ્તુઓ છે જોવા જેવી

    શું છે આ વોટર પાર્કનો ચાર્જ

    જામનગરથી શેખપાટના પાટિયા પાસે આ હોલીડે રિસોર્ટ આવેલો છે. જ્યાં 450 રૂપિયા એન્ટ્રી ફી છે. આ સિવાય રિસોર્ટમાં કાફેની પણ સુવિધા છે. જો તમારી પાસે નાયલોન કપડાં હોયતો ઠીક નહીં તો કોસચ્યુમનો અલગથી ચાર્જ લેવામાં આવે છે. આ સિવાય વોટર પાર્કમાં રેસ્ક્યુ ટીમ તહેનાત હોઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષથી કોરોનાને કારણે તમામ વોટર પાર્ક બંધ હતા,

    પરંતુ આ વર્ષે વોટર પાર્ક ચાલુ થવાથી લોકોની ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ બાળકોને સ્કૂલમાં વેકેશન હોવાથી પેરેન્ટ્સ પોતાના બાળકો સાથે વોટર પાર્કની મજા માણી રહ્યા છે. લોકોની ભીડ જોઈને વોટર પાર્ક સંચાલકો પણ ખુશ જણાઈ રહ્યા છે અને સારી એવી કમાણી મરી રહ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર