Home /News /jamnagar /Weather Report: જામનગરમાં ઠંડીની આગાહીની અસર, જુઓ આજે કેટલું રહ્યું તાપમાન

Weather Report: જામનગરમાં ઠંડીની આગાહીની અસર, જુઓ આજે કેટલું રહ્યું તાપમાન

જામનગરમાં આજે લઘુતમ તાપમાનનો પારો 13 ડિગ્રી પર અટક્યો હોવાથી જનજીવન ઠૂંઠવાયું હત

જામનગરમાં આજે લઘુતમ તાપમાનનો પારો 13 ડિગ્રી પર અટક્યો હોવાથી જનજીવન ઠૂંઠવાયું હતું.

    Kishor chudasama, Jamnagar: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના મોટાભાગના શહેરો તાપમાનનો પારો ગગડ્યો છે. જેની જામનગરમાં પણ અસર વર્તાઈ રહી છે. આજે તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા મુજબ લઘુતમ તાપમાનનો પારો 13 ડિગ્રીએ સ્થિર રહેતા કાતિલ ઠંડીની અસર વર્તાઈ હતી.

    મહત્તમ તાપમાન 23 ડીગ્રી નોંધાયુ

    રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ કોલ્ડવેવની આગાહીનો આજે છેલ્લો દિવસ છે. જામનગર સહિત અન્ય જિલ્લામાં તાપમાનમાં ૨થી ૩ ℃ સુધીનો ઘટાડો થઈ શકે તેવું જણાવાયું હતું. જે આગાહી સાચી ઠરી છે અને જામનગરમાં ગઈકાલની સરખામણીએ આજે તાપમાન 1 ડિગ્રી નીચું રહેવા પામ્યું હતું.



    જામનગરમાં આજે લઘુતમ તાપમાનનો પારો 13 ડિગ્રી પર અટક્યો હોવાથી જનજીવન ઠૂંઠવાયું હતું. તો મહત્તમ તાપમાન 23 ડીગ્રી નોંધાયુ હતું. એજ રીતે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા નોંધાયું છે અને આ ઉપરાંત પવનનાની ગતિ 3.6 નોંધાઇ હતી.

    ઉલ્લેખનીય છે કે આજે રાજ્યમાં કોલ્ડવેવની આગાહી બાદ પણ ચાર દિવસો દરમિયાન તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શીતલહેરની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરી છે.

    વધુ ઠંડી અને કોલ્ડવેવ દરમિયાન ખેતીમાં રાખવાની તકેદારી
    • બોડેક્સ મિશ્રણ અથવા કોપર ઓક્સી ક્લોરાઇડનો છંટકાવ કરીને ઠંડીના આક્રમણને ટાળવા માટે ઉપચાર કરો, કોલ્ડવેવ પછી ફોસ્ફરસ અને પોટેશિયમયુક્ત ખાતરનો ઉપયોગ મૂળની વૃદ્ધિને સક્રિય કરશે
    • શીત લહેર દરમિયાન પ્રકાશ અને વારંવાર સપાટી પર પાણી આપો પાણીની ઉચ્ચ વિશિષ્ટ ગરમીને કારણે છોડને શીત લહેરથી બચાવી શકાય છે
    • હિમ પ્રતિરોધક છોડ અથવા પાકની ખેતી કરો
    • બારમાસી બગીચાઓમાં આંતર ખેડ કરવી
    • શાકભાજીનો મિશ્ર ભાગ જેમકે ટામેટા રીંગણ જેવા ઊંચા ભાગ સાથે સરસવ અને વટાણા વાવવાથી ઠંડા પવન સામે રક્ષણ મળશે
    • ખેતરની આસપાસ વિન્ડ બ્લેગ રોપવાથી પવનની ગતિ ઘટે છે અને નુકસાન ઓછું થાય છે
    • ધુમાડો આપવાથી બાગાયતી પાકને નુકસાનથી બચાવી શકાય છે
    *આ રીતે રાખો પાલતુ પશુઓની સંભાળ*
    • પ્રાણીઓને ઠંડા પવનના સીધા સંપર્કમાં ન આવે તે માટે રાત્રી દરમિયાન રહેઠાણને ચારે બાજુથી ઢાંકી દો
    • ઠંડીના દિવસોમાં ખાસ કરીને નાના પ્રાણીઓને ઢાંકો
    • પશુધન અને મરઘાને ખુલ્લામાં ન રાખી ઠંડા હવામાનથી બચાવો
    • પશુધનને ખોરાક આપવાની રીત અને આહારમાં જરૂરી ફેરફાર કરો
    • ચરબીના પૂરક ખોરાક આપો અને પશુઓની ચાવવા સહિતની બાબતો પર ધ્યાન આપો
    • શિયાળા દરમિયાન મહત્તમ સૂર્યપ્રકાશ અને ઉનાળા દરમિયાન ઓછા કિરણોત્સર્ગ ધરાવતા ક્લાઈમેટ સ્માર્ટ શેડનું બાંધકામ કરાવો
    • શિયાળા દરમિયાન પ્રાણીઓને સૂવા-બેસવા માટે સૂકું ઘાસ અથવા કાપડ પાથરો.
    First published:

    Tags: Local 18, જામનગર, હવામાન

    विज्ञापन