Home /News /jamnagar /Jamnagar Weather Forecast: એવા બર્ફીલા પવન ફૂંકાયા કે તાપણાનો સહારો લેવો પડે, જાણો આજનું હવામાન

Jamnagar Weather Forecast: એવા બર્ફીલા પવન ફૂંકાયા કે તાપણાનો સહારો લેવો પડે, જાણો આજનું હવામાન

જામનગરમાં ઠંડી.

જામનગરમાં સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડા મુજબ લઘુતમ તાપમાન એક ડિગ્રી ઊંચકાતા 13 ડિગ્રીએ સ્થિર થયું છે

Kishor chudasama, Jamnagar: કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલ બરફવર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે. તીવ્ર ઠંડીને પગલે સૌરાષ્ટ્ર જાણે શિતાગાર બન્યું હોય તેવી સ્થિતિ છે ત્યારે જામનગરમાં પણ ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ઠંડા વાતાવરણને લઈને જનજીવનને વ્યાપક અસર જોવા મળી રહી છે. જેને લઈને લોકો તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે.

જામનગરમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી

જામનગર સહિત સૌરાષ્ટ્ર ભરના અનેક વિસ્તારોમાં ૧૦ થી ૨૦ કી.મીની ઝડપે ફૂંકાતા વેગીલા વાયરાને લઈને વાતાવરણ ઠંડુ જોવા મળી રહ્યું છે. જામનગરમાં સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડા મુજબ લઘુતમ તાપમાન એક ડિગ્રી ઊંચકાતા 13 ડિગ્રીએ સ્થિર થયું છે. જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. સાથે જ વતાવરણમાં ભેજનું પ્રમાણ 62 ટકા જોવા મળ્યું હતું અને 6.5 કિમીની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા લોકો શીત લહેર અનુભવી હતી.



સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી

હાલ કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની પણ આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે જેની જામનગરમાં પણ અસર વર્તાઈ રહી છે.
First published:

Tags: Local 18, જામનગર, હવામાન

विज्ञापन