Home /News /jamnagar /Jamnagar Weather Update: તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો, જાણો ક્યારથી ઠંડી ઘટશે?

Jamnagar Weather Update: તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો, જાણો ક્યારથી ઠંડી ઘટશે?

જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીએ સ્થિર જનજીવન ઠૂંઠવાયુ હતું.

કાતિલ ઠંડીને પગલે જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીએ સ્થિર જનજીવન ઠૂંઠવાયું હતું.

    Kishor chudasama, Jamnagar: હાલ શિયાળાની મોસમ બરાબરની જામી છે. જે ને પગલે રાજ્યના તમામ વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ગાત્રો થીજવતી ઠંડીથી સવાર સાંજ શહેરોના માર્ગો પણ સુમસામ ભાંસી રહ્યા છે. એક બાજુ હવામાન વિભાગ દ્વારા ઠંડીનો વાર્તારો અપાઈ રહ્યો છે. તેવામાં જામનગરમાં તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી જતા વાતાવરણ ટાઢુંબોળ થયું હતું.

    આજે 12 ડિગ્રી તાપમાન નોંધાયુ

    વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે આજે જામનગરના તાપમાન અંગે સત્તાવાર રીતે જાહેર કરાયેલી વિગત અનુસાર જામનગરમાં લઘુતમ તાપમાનનો પર નીચે ઉતરી 12 ડિગ્રી પર સ્થિર થયો હતો. જેને લઈને શહેરીજનો કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. બીજી તરફ મહત્તમ તાપમાન 24 ડીગ્રી નોંધાયું હતું. તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50 ટકા જોવા મળ્યું હતું. તો પવનની ગતિ 4.6 કિમીની નોંધાઇ હતી. જેને પગલે જામનગર સહિત રાજ્યભરમાં ઠંડી લોકોને તોબા પોકારાવી રહી છે.


    આવતીકાલે26 જાન્યુઆરીથી ઠંડી ઘટશે

    ઠંડી અંગે રાજ્યના હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે જેમાં જણાવ્યા અનુસાર, સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં ઠંડી વધી છે. આ અસરથી આજે ઠંડીનું જોર રહેશે. જ્યારે આવતીકાલથી ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. મહત્વનું છે કે હાલ લગ્નની સિઝન પણ પુરબહારમાં ખીલી હોવાથી લોકો માંગલિક પ્રસંગને વધાવવા અધીરા બન્યા છે આવી સ્થિતિમાં ઠંડી વિઘ્ન ઉભી કરી છે ત્યારે હવામાન વિભાગની આ આગાહી રાહત રૂપ છે.
    First published:

    Tags: Local 18, Winter, જામનગર, હવામાન

    विज्ञापन