દિવસેને દિવસે હવે રસ્તા પર વાહનોની સંખ્યા વધી રહી છે. પેટ્રોલ-ડીઝલથી લઈને હવે ઇલેકટ્રીક વાહનો આવી ગયાં છે. ત્યારે તમામ લોકોને ટ્રાફિક નિયમો (Traffic rules) વિશે ખ્યાલ હોવો ખુબ જ જરૂરી છે. જામનગર (Jamnagar) માં આવો જ એક સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સંજય વાઘેલા, જામનગર: દિવસેને દિવસે હવે રસ્તા પર વાહનો (Vehicle) ની સંખ્યા વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ (Petrol and Diesel) થી લઈને હવે ઇલેકટ્રીક વાહનો(Electric Vehicle) આવી ગયાં છે. ત્યારે તમામ લોકોને ટ્રાફિક નિયમો (Traffic Rules) વિશે ખ્યાલ હોવો ખુબ જ જરૂરી છે. જામનગર (Jamnagar) માં આવો જ એક સુંદર કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની ખાસ જાણકારી (Awareness)આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. જેથી ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનું ચૂસ્તપણે પાલન પણ કરે.
જામનગરમાં સાત રસ્તા પાસે સ્થિત ઇન્ડસ્ટ્રીઅલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ITI માં એક ખાસ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું (A special seminar was held at ITI) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ RTO કચેરી જામનગર અને ITI જામનગર દ્વારા યોજાયો હતો, જેમાં RTO ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોજેક્ટરની મદદથી વીડિઓ અને ફોટોગ્રાફ દેખાડી ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રાફિકના નિયમો અંગે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અકસ્માત બાદ થતી સામાજિક અસરો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. તો ભારે વાહનો અને ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના ટ્રાફિક નિયમો અંગે માહિતી આપવામાં આવી હતી.
ITI જામનગરના પ્રિન્સિપાલ એમએમ બોચિયાએ જણાવ્યું કે RTO કચેરી જામનગર અને ITI દ્વારા આયોજિત ટ્રાફિક અવેરનેસ આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓ, ITI ના પ્રોફેસર્સ અને અધિકારીઓ હજાર રહ્યા હતા.આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાનો હતો. વધુમાં તેઓએ જણાવ્યું કે ITI જામનગર દ્વારા સમયાંતરે આવા જાગૃતિ લાવવાના કાર્યક્રમો થતા રહે છે. ખાસ કરીને આ કાર્યક્રમ બીજા એટલે કે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો હતો, કારણ કે તેઓ અભ્યાસ કરીને હવે વિવિધ શાહેરોમાં નોકરી અર્થે જશે, આથી તેઓ માર્ગ અકસ્માતથી કેવી રીતે બચી શકે તે માટે માહિતીની જરૂર હોયછે. ત્યારે આ કાર્યક્રમ થકી તેઓને ખાસ મદદ મળી રહેશે. તથા આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો થતા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળા-કોલેજોમાં આ પ્રકારના કાર્યક્રમો થતા રહેવા જોઈએ જેનાથી નાની ઉંમરમાં જ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવી શકાય છે. ત્યારે અન્ય સ્કૂલ કોલેજ જો ટ્રાફિક જાગૃતિ માટે કોઈ કાર્યક્રમ કરવા ઈચ્છે તો જામનગર RTO કચેરીનો સંપર્ક કરી શકે છે. આ માટે કચેરીનો નંબર છે 0288 2550360 છે તથા ઈમેલ:rto-trans-jmn@gujarat.gov.in છે.