Home /News /jamnagar /Jamnagar: જામનગર RTO માં થઇ અધધ આવક, 0002 નંબર માટે એક વ્યક્તિએ હજારો ખર્ચ્યા

Jamnagar: જામનગર RTO માં થઇ અધધ આવક, 0002 નંબર માટે એક વ્યક્તિએ હજારો ખર્ચ્યા

ચોઈસ

ચોઈસ નંબર માટે લોકો લાખો રૂપિયા ખર્ચી રહ્યાં છે

જામનગર RTO કચેરીની ટૂ વહીલર (Two wheeler) ની નવી સીરીઝ GJ 10 DM માં પસંદગીના નંબર (Choice Number) ની હરરાજીમાં લાખો રૂપિયાની આવક થઇ છે. સૌથી વધુ બોલી 0002 નંબર માટે લાગી હતી, જે છેલ્લે 50 હજાર રૂપિયામાં વેંચાયો હતો.

  Sanjay Vaghela Jamnagar: જામનગર RTO કચેરીની ટૂ વહીલર (Two wheeler) ની નવી સીરીઝ GJ 10 DM માં પસંદગીના નંબર (Choice Number) ની હરરાજીમાં લાખો રૂપિયાની આવક થઇ છે. સૌથી વધુ બોલી 0002 નંબર માટે લાગી હતી, જે છેલ્લે 50 હજાર રૂપિયામાં વેંચાયો હતો. આજના ટેક્નોલોજીના યુગમાં વાહનોની સંખ્યા કરોડોમાં છે, અને દરરોજ લાખોની સંખ્યામાં નવા વાહનોની ખરીદી થતી હોયછે. વાહન ખરીદ્યા પછી આ વાહનનો રજીસ્ટ્રેશન નંબર મેળવવાનો રહે છે.

  આ નંબરને પોતાની પસંદગીનો નંબર મેળવવાંનો ઘણા લોકોને શોખ હોયછે.આ શોખ જોઈને રીઝનલ ટ્રાન્સપોર્ટ કચેરી એટલે કે RTO દ્વારા ખાસ હરરાજી કરવામાં આવતી હોઈ છે. આ હરરાજીમાં વાહન માલિકને પસંદગીના નંબર (Fancy number) મળી જાય અને આરટીઓને લાખો રૂપિયાની કમાણી થઇ જાય છે. ઘણા એવા પણ લોકો હોઈ છે જેઓ વાહન કરતા પસંદગીના નંબર મેળવવાં પાછળ આંખ બંધ કરીને પૈસા ખર્ચે છે.

  વિવિધ જિલ્લા RTO ટૂ વ્હીલ અને ફોર વ્હીલની નવી નવી સીરીઝ બહાર પાડતી હોઈ છે. આ નવી સીરીઝમાં ખાસ નંબર હોઈ છે જે માટે હરરાજીનું આયોજન કરવામાં આવતું હોઈ છે, ત્યારે પસંદગીના નંબર મેળવવાં માટે ક્યા અને કેવી રકતે અરજી કરવી તે અંગે આવો વિગતે સમજીએ.

  અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર (Jamnagar) જિલ્લા માટેના ટૂ વહીલર વાહન માટે નવી સીરીઝ GJ10 DM બહાર પાડવામાં આવી હતી. જેમાં ઓનલાઈન અરજીનો સમય ગાળો તારીખ 01/06/2022 થી 13/06/2022 હતો, ત્યારબાદ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તારીખ 14/06/2022 થી 15/06/2022 હતો. ઇ-ઓકશનનું પરિણામ તારીખ 15/06/2022 રાત્રે 12:00 કલાકે જાહેર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન અને સંપૂર્ણ પારદર્શક રીતે થાય છે. તમામ લોકો આ પ્રક્રિયા www.parivahan.gov.in પર જોઈ શકે છે.

  0002 નંબર માટે એક વ્યક્તિએ ખર્ચ કર્યા 50 હજાર

  રીઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર જામનગર જૈમિન જે. ચૌધરીના જણાવ્યા પ્રમાણે જામનગર RTO દ્વારા ટૂ વહીલર માટે નવી સિરીઝ GJ10 DM બહાર પાડવામાં આવી હતી. જેમાં સૌથી વધુ બોલી 0002 નંબર માટે લગાવવામાં આવી હતી, આ નંબર 50 હજાર, 500 રૂપિયામાં વેંચાયો હતો, ત્યારબાદ 0302 નંબર 33 હજારમાં વેંચાયો હતો અને 0007 નંબર 28 હજારમાં વેંચાયો હતો. આ સિવાય નવી સીરીઝ GJ10 DM માં પસંદગીના નંબર મેળવવા માટે કુલ 278 લોકોએ અરજી કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન હતી. ત્યારબાદ હરરાજીના અંતે RTO ની તિજોરીને કુલ 9 લાખ 30 હજાર 500 રૂપિયાની આવક થઇ છે.

  કેવી રીતે કરવી અરજી, શું છે સમગ્ર પ્રક્રિયા?

  પસંદગીના નંબર મેળવવાં ઈચ્છતા લોકોએ સૌ પ્રથમ https://vahan.parivahan.gov.in/fancy/ વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-7ની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે.

  વાહન માલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે.ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-5 માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહી.

  આ પણ વાંચો: વીડિઓમાં જુઓ કેવી રીતે થઇ યોગ દિવસની ઉજવણી

  નંબર વેંચી RTO કચેરીને થાય છે લાખોની આવક

  ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2021 સુધીમાં 421 જેટલાં પસંદગીના નંબરની પ્રક્રિયામાં 20.38 લાખની આવક થઇ હતી. તે મુજબ જાન્યુઆરી 2022માં 19.72 લાખ રૂપિયાની આવક થઇ હતી. જેમાં ફોર વ્હીલની નવી સીરીઝ GJ-10-DJ માટે 0007 નંબર માટે 1.70 લાખની આવક થઇ હતી. તો ટૂ વ્હીલની નવી સીરીઝ GJ-10-DL ના નંબર 0001 માટે 83000 ફી પેટે જામનગર ટ્રાન્સપોર્ટ કચેરીની તિજોરીમાં જમા થયાં છે. ત્યાર બાદ બહાર પડેલી નવી સીરીઝની આવકના આંકડા હજું જાહેર થયાં નથી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Jamnagar City, આરટીઓ, જામનગર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन