Home /News /jamnagar /

Jamnagar: મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાં બહાર પડી ભરતી, જાણો સંપૂર્ણ વિગત

Jamnagar: મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાં બહાર પડી ભરતી, જાણો સંપૂર્ણ વિગત

પ્રતિકાત્મક તસવીર

આજના સ્પર્ધાત્મક યુગમાં રોજગારી મળવી ખુબ જ મુશ્કેલ બાની ગયું છે. ખાસ કરીને સરકારી નોકરીની ભરતી ખુબ જ ઓછી આવતી હોય છે. અને આવે ત્યારે સ્પર્ધા તો ખરી જ, પરંતુ કેટલીક સરકારી કચેરીઓમાં કરાર આધારિત ભરતી કરવામાં આવતી હોય છે.

  Sanjay Vaghela, Jamnagar: આજના સ્પર્ધાત્મક યુગમાં રોજગારી (Employment News))મળવી ખુબ જ મુશ્કેલ બાની ગયું છે. ખાસ કરીને સરકારી નોકરી (Government Jobs)ની ભરતી ખુબ જ ઓછી આવતી હોયછે.અને આવે ત્યારે સ્પર્ધા તો ખરી જ, પરંતુ કેટલીક સરકારી કચેરીઓમાં કરાર આધારિત ભરતી કરવામાં આવતી હોયછે, ભલે તેમાં સરકારી લાભો ન મળતા હોયપરંતુ પગાર તો જરૂર મળે છે. આવી જ એક કરાર આધારિત ભરતી પોરબંદર (Porabandar) માં આવેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી કાર્યક્ષેત્રમાં આવતા મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ઉપર ફિશરીઝ ગાર્ડની ભરતી બહાર પડી છે. આ ભરતીમાં કુલ 6 જગ્યા ખાલી છે અને તે માટે મહિને 9 હજાર રૂપિયા પણ આપવામાં આવશે. આ અંગે વધુ વિગત જાણવા માટે નીચે સ્ક્રોલ કરો.

  આ ભરતી અંગે જરૂરી માહિતી

  પોરબંદરમાં આવેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી કાર્યક્ષેત્રમાં આવતા મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ઉપર ફિશરીઝ ગાર્ડની ભરતી અંગે વાત કરીએ તો માસીક રૂપિયા 9,000ના ફીક્સ વેતનથી 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરતી બહાર પડી છે. જેમાં કુલ 06 ફિશરીઝ ગાર્ડની ભરતી કરવાની થાય છે. આ ભરતી માટે માજી સૈનિકો (આર્મિ તથા પેરા મિલિટરી ફોર્સ) માંથી નિવૃત થયેલ ઉમેદવારો પાસેથી નીચેની વિગતે અરજી મંગાવવામાં આવે છે.

  કેવી રીતે કરવી અરજી ?

  અરજી સાદા કાગળમાં ઉમેદવારે પોતાનું પુરુનામ/ સરનામું (અટક પહેલા લખવી) તથા ડોક્યુમેન્ટ (સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ, શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો /માર્કશીટ સહીત, ડિસ્ચાર્જબુક, આધારકાર્ડ)ની પ્રમાણીત નકલ બિડવાના રહેશે.અરજીઓ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, જુની કોર્ટ કમ્પાઉન્ડ, સુદામા ચોક પાસે, પોરબંદર-360575 ના સરનામે “સ્પીડ પોસ્ટ” અથવા રજીસ્ટર એ.ડી. પોસ્ટથી પહોંચતી કરવાની રહેશે. તેમજ કવર ઉપર ફીશરીઝ ગાર્ડ ભરતીની અરજી તેમ લખવું.

  ઉમેદવારની લાયકાત અને અન્ય નિયમો

  - ઉમેદવાર માજી સૈનીકો (આર્મિ તથા પેરા મિલિટરી ફોર્સ) માંથી નિવૃત થયેલ હોવો જોઇએ.
  - ઉંમર ઓછામા ઓછી 20 અને વધુમાં વધુ 58 વર્ષની હોવી જોઇએ.
  - શૈક્ષણીક લાયકાત 10-ધોરણ પાસ અને અંગ્રેજી તથા ગુજરાતી ભાષા લખતા વાંચતા આવડવું જોઇએ.

  - માજી સૈનીકો (આર્મિ તથા પેરામિલિટરી ફોર્સ)માં ઓછામાં ઓછી પાંચ વર્ષની ફરજ બજાવેલ હોવી જોઇએ.

  - આ ભરતી કાયમી ભરતીની પ્રક્રિયાના ભાગરૂપે થતી ન હોય, પસંદ થનાર ઉમેદવાર ભવિષ્યમાં કાયમી નોકરી માટે હક કે ન્યાયિક દાવો કરી શકશે નહિ તથા સરકારશ્રીના કોઇપણ લાભ મળવા પાત્ર રહેશે નહીં.

  આ પણ વાંચો:Jamnagar: સેવાભાવી સંસ્થા દ્વારા શરૂ કરાયો સમર કેમ્પ, ગમત સાથે આપવામાં આવી રહ્યું છે જ્ઞાન

  - અધુરી અરજીઓ અને બિન લાયકાત ધરવતા ઉમેદવારોની અરજી રદ કરવામાં આવશે અરજીઓ પૈકી પસંદગીને પાત્ર ઉમેદવારોને ઇન્ટરવ્યું માટે અલગથી કચેરી દ્વારા જાણ કરવામાં આવશે.

  - ફિશરીઝ ગાર્ડની આખરી પસંદગી કમિટીના નિર્ણયને આધીન રહેશે.

  સંપર્ક અને ઈમેલ આઈડી

  આ અંગે જો કોઈ વધુ માહિતી મેળવવા અંગે ફોન નંબર : 0286-2242491 અને ઇમેઇલ : ndfporbandar@gmail.com મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીપોરબંદરનો સંપર્ક કરી શકો છો.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Jamnagar News, જામનગર

  આગામી સમાચાર