Home /News /jamnagar /જામનગર: પોલીસકર્મીએ મહિલાની છેડતી કરી લાફા ઝીંક્યાનો આરોપ; સસ્પેન્ડ કરવાની ઉઠી માગ

જામનગર: પોલીસકર્મીએ મહિલાની છેડતી કરી લાફા ઝીંક્યાનો આરોપ; સસ્પેન્ડ કરવાની ઉઠી માગ

રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Jamnagar: રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી છે.

    કિંજલ કારસરીયા, જામનગર: જામનગરના નરમાણા ગામે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા મહિલાની છેડતી કરી લાફા માર્યા અંગેના આક્ષેપ સાથે રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી છે.

    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નરમાણા ગામે ખાખી પર આક્ષેપ લાગ્યો છે કે, જાહેરમાં મહિલાની છેડતી કરી સમાધાન માટે બોલાવ્યા બાદ પીધેલી હાલતમાં લાફા માર્યા હતા. આ ઘટનાને લઈને રઘુવંશી યુવા શક્તિ સંઘ મેદાને ઉતર્યું છે અને ભોગ બનનાર મહિલા સાથે રઘુવંશી સમાજના યુવાનોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. સાથે જ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા કથિત રીતે મહિલા સાથે છેડતીની ઘટનાને વખોડી તાત્કાલિક આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાય તેવી માગણી કરવામાં આવી છે.

    આ પણ વાંચો: ખેડા: હવે બુટલેગરોએ શોધી કાઢ્યો દારૂ ડિલિવરીનો નવો કીમિયો

    જામનગરના જામજોધપુર પંથકના શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ જાડેજાએ 23 ઓગસ્ટે નરમાણા ગામમાં રહેતી મહિલા એક્ટીવા પર પસાર થઇ રહી હતી, ત્યારે તેને ઉભી રાખી હાથ પકડી છેડતી કર્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ ઘટના બાદ સમાધાન માટે પોલીસ કર્મી ઘરે ગયા હતા અને ત્યાં પણ મહિલા પર પીધેલી હાલતમાં બે લાફા મારી હાથાપાઈ કરી હોવાની વાત  મહિલા દ્વારા કરવામાં આવી છે.

    આ મહિલા દ્વારા સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરવામાં આવતાં આ અંગે પોલીસ સ્ટેશને જાણ પણ કરાઈ હતી પરંતુ કોઈપણ પગલાં લેવાયા નથી તેવા આક્ષેપ સાથે સમગ્ર મુદ્દે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. 24 કલાકની અંદર પોલીસકર્મી પૃથ્વીસિંહને સસ્પેન્ડ નહીં કરાય તો ગુજરાતના તમામ જિલ્લામાં આંદોલન કરાશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે, આ સમગ્ર મામલે શું સત્ય બહાર આવે છે અને  તેની તપાસ નિષ્પક્ષ રીતે કરી આક્ષેપ લગાવનાર મહિલાને ન્યાય મળશે કે કેમ?
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Jamnagar News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन