Home /News /jamnagar /Jamnagar firing: કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

Jamnagar firing: કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

પોલીસે પીછો કરીને કારને આંતરી, કારમાંથી નાસી ગયેલ બે શખ્સોને પણ પકડી પાડ્યા

Jamnagar firing: જોડિયા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા. પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા PSI આર.ડી.ગોહિલે ગાડી પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યું. ભાદરા પાટિયા નજીક વોચ દરમિયાન એક ગાડીને રોકવાનો કર્યો હતો પ્રયાસ

જામનગર: જામનગરમાં પોલીસ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ (Jamnagar firing) કરવામાં આવ્યું હતું. ભાદરા પાટિયા નજીક પોલીસે વોચ દરમિયાન એક ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મોરબીથી આવી રહેલા કારચાલકે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા PSI આર.ડી.ગોહિલે ગાડી પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યું હતું.

પોલીસે પીછો કરીને કારને આંતરી

જામનગરમાં નાકાબંધી દરમિયાન પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરીંગ કર્યું. જામનગર જિલ્લાના જોડિયા નજીક પાદરા પાટીયા પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મોરબી તરફથી પુર ઝડપે આવતી એક સ્કોર્પીયો કારે નાકાબંદી કરી રહેલા પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. નાકાબંદીમાં રહેલ જોડિયા PSIએ તાત્કાલિક સર્વિસ રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરંતુ આરોપીઓ કાર પરત આમરણ તરફ હંકારી નાસી છૂટ્યા હતા. પોલીસે પીછો કરીને કારને આંતરી લઈ, કારમાંથી નીચે ઉતરી નાસી ગયેલા બે શખ્સોને પણ સીમ વિસ્તારમાંથી પકડી પાડ્યા છે.

પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ

મળતી માહિતી અનુસાર, જોડિયા પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. ભાદરા પાટિયા નજીક પોલીસે વોચ દરમિયાન એક ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મોરબીથી આવી રહેલા કારચાલકે સ્કોર્પીયો કાર રોકી અને પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા પીએસઆઈ આર.ડી.ગોહિલે ગાડી પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યું હતું. જ્યારે એક રાઉન્ડ મિસ ફાયર પણ થયો હતો. મોરબીના સલીમ દાઉદ માણેક અને રફીક ગફુર મોવર વિરુદ્ધ પોલીસની હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે. મોરબીની કોઈ અપહરણની ઘટનાને લઈને પોલીસ વોચમાં હતી ત્યારે આ ઘટના બની હતી.


આ પણ વાંચો: સિંધુ ભવન રોડ પર સ્ટંટનો વીડિયો વાયરલ, ચાલુ ગાડીએ દરવાજા પર બેસી સ્ટંટ!

લીલીયામાં ફાયરિંગની ઘટના બની

બીજી બાજુ, અમરેલીમાં પણ ફાયરિંગની ઘટના સામે આવી છે. અમરેલીના લીલીયામાં ફાયરિંગની ઘટના બની છે. મોડીરાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કિશન દવે ઉપર બાઈક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ફરિયાદી બે દિવસ પહેલા દારૂના કેસમાંથી જેલમાંથી પરત આવ્યો હતો. બાઈક પર આવેલા ત્રણ લોકોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી છરી વડે હુમલો કર્યો હતો. ફરિયાદીને ઇજા થતાં પ્રાથમિક સારવાર બાદ અમરેલી સિવિલમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
First published:

Tags: Crime news, Gujarat News, Jamnagar News