Home /News /jamnagar /જામનગર: ગટરોનાં કામમાં થયેલાં ભ્રષ્ટાચાર સામે વિપક્ષનો હોબાળો, રામધુન બોલાવી કર્યા ધરણાં

જામનગર: ગટરોનાં કામમાં થયેલાં ભ્રષ્ટાચાર સામે વિપક્ષનો હોબાળો, રામધુન બોલાવી કર્યા ધરણાં

ગટરનાં કામમાં ગોટાળો થતાં વિપક્ષનાં ધરણા

જામનગર શહેરનાં (Jamnagar City News) અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામમાં ખાનગી કંપની અને લાગત અધિકારી દ્વારા ભયંકર ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ સાથે મહાનગરપાલિકાના વિપક્ષી કોર્પોરેટરો અને કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર ધરણા કરી રામધૂન બોલાવી હતી.

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરોના કામમાં ભ્રષ્ટાચાર થયાનાં આક્ષેપ સાથે વિપક્ષે કમિશનર કચેરી બહાર હોબાળો મચાવી ડેપ્યુટી કમિશ્નર ને આવેદનપત્ર પાઠવ્યું છે.

    જામનગર શહેરનાં અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામમાં ખાનગી કંપની અને લાગત અધિકારી દ્વારા ભયંકર ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ સાથે મહાનગરપાલિકાના વિપક્ષી કોર્પોરેટરો અને કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર ધરણા કરી રામધૂન બોલાવી હતી. આ ધરણા દરમિયાન કંપની સામે કડક કાર્યવાહી કરવા ડેપ્યુટી કમિશનર એ.કે.વસ્તાણીને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી.

    જામનગર મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતા અલ્તાફ ખફી દ્વારા કરવામાં આવેલ ભૂગર્ભ ગટરનાં કામની રજુઆતને લઈને જામનગર મહાનગરપાલિકાના ડે. કમિશનરે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી અને સમસ્યાનાં યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી


    જામનગરનાં ડેપ્યુટી કમિશનર  એ.કે.વસ્તાણીનાં જણાવ્યાં અનુસાર, જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જુદા - જુદા વિસ્તાર અને વોર્ડમાં ભૂગર્ભ પાઈપ ગટરના કામ થયેલ છે. તેમાં કામ યોગ્ય અને વ્યવસ્થિત થયેલ ન હોવાના આક્ષેપ સાથે આજે વિપક્ષ દ્વારા મ્યુનિ.કમિશનર કચેરી બહાર હોબાળો મચાવી અને ધરણા કર્યા હતા.

    આ ધરણા દરમ્યાન વિપક્ષી કોર્પોરેટર અને કોંગ્રેસના કાર્યકરોએ રામધૂન બોલાવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન વિપક્ષે આક્ષેપ કરી કહ્યું હતું કે, લોટ પાણી અને લાકડા જેવા ભૂગર્ભ ગટરોના કામના લીધે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતથી લોકોને અને કોર્પોરેશનની તિજોરીને ભયંકર આર્થિક નુકસાન થયું હોવાનું પણ વિપક્ષે ગંભીર આક્ષેપ કરી વિજીલન્સ તપાસની માંગ કરી છે.

    જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપ સાથે વિપક્ષ દ્વારા લોકોને પડતી હાલાકીને લઇને કમિશનર કચેરી બહાર હોબાળો મચાવી, જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી તો કરાઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે આ અંગે તંત્ર કોઈ કાર્યવાહી કરે છે કે પછી વિપક્ષે હાઇકોર્ટનો શરણું લેવું પડશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Jamnagar City, Jamnagar News, Sewerage works, ભ્રષ્ટાચાર

    विज्ञापन