Home /News /jamnagar /Blood Donate: અડધી રાતે પણ લોહી આપવા દોડી જાય છે મેહુલભાઇ, અત્યારસુધીમાં 132 વખત કર્યું બ્લડ ડોનેટ!

Blood Donate: અડધી રાતે પણ લોહી આપવા દોડી જાય છે મેહુલભાઇ, અત્યારસુધીમાં 132 વખત કર્યું બ્લડ ડોનેટ!

X
મેહુલભાઇ

મેહુલભાઇ યુવાનોને પણ બ્લડ ડોનેટ કરવા પ્રેરણા આપી રહ્યાં છે.

મેહુલભાઇએ જણાવ્યું કે જ્યારે હોસ્પિટલમાં ઇમરજન્સીમાં રક્તની જરૂર પડે ત્યારે હું અડધી રાત્રે પણ રક્ત આપી શકું તે માટે કાર્યક્રમોમાં રક્તદાન કરવાનું ટાળું છે. એટલું જ નહીં નવયુવાનોને પણ રક્તદાન માટે સતત પ્રોત્સાહિત કરી સમાજ માટે પ્રેરણા પૂરી પાડી છે.

વધુ જુઓ ...
Kishor chudasama, jamnagar: રક્તએ માનવ શરીર માટે અમૃત સમાન છે. મનુષ્યના શરીરમાં રક્તની ઘટથી વ્યકતીના અસ્તિત્વ સામે જોખમો ઊભા થતા હોય છે. આજે આધુનિક સમયમાં પણ રક્તના નિર્માણ અંગે કોઈ ખાસ કૃત્રિમ ટેકનોલોજી ઉભી કરવામાં આવી નથી. પરિણામે અને મનુષ્ય થકી જ રક્તદાન કરી અન્ય મનુષ્યના શરીરમાં ઉભી થયેલી રક્તની જરૂરીયાત નિવારી શકાય છે. જેમાં પણ ખાસ થેલેસેમિયાગ્રસ્ત દર્દી અને સગર્ભા મહિલાઓને રક્તની તાતી જરૂરિયાત રહેતી હોય છે આથી દરેક લોકોએ રક્તદાન કરવા માટે આગળ આવવું જોઈએ.

આવા લોકો માટે જામનગરના સેવાભાવી અગ્રણી મેહુલભાઈ મનસુખલાલ મહેતા માર્ગદર્શક બન્યા છે. તેમણે અત્યાર સુધીમાં 132 વખત રક્તદાન કરી અને માનવસેવાની જ્યોત જલાવી છે.

અહીં ક્લિક કરીને વાંચો,...Animal Love: આ શિક્ષિકા 5 ટકા પગાર પશુ-પક્ષી પાછળ ખર્ચે છે, એનિમલ્સને આપે છે નવું જીવન!

132 વખત રક્તદાન કર્યું

જામનગરમાં રહેતા મેહુલભાઈ મહેતાએ ધોરણ 11માં અભ્યાસ કરતી વેળાએ સૌપ્રથમ વખત રક્તદાન કરી અને માનવસેવાના યજ્ઞમાં આહુતિ આપી હતી. ત્યારબાદ તેમણે દર ત્રણ મહિને કોઈપણ કાળે રક્તદાન કરવાની પ્રણાલી અપનાવી અને અત્યાર સુધીમાં તેઓએ 132 વખત રક્તદાન કરી લીધું છે. જેના થકી અનેક લોકોની મહામૂલી માનવ જિંદગી બચી છે.

નિયમિત દર ત્રણ મહીને રક્તદાન

રક્તદાન કેન્દ્રમાં પડતી રક્તની અછતને કારણે રક્તની જરૂરિયાત માટે ઝઝુમતા દર્દીઓને માટે નિયમિત દર ત્રણ મહીને રક્તદાન દ્વારા નવજીવન આપી અનોખું અને અભિનંદનીય કાર્ય હજુ પણ તેઓ કરી રહ્યા છે. કામકાજના સમયગાળા દરમિયાન કે અડધી રાત્રે પણ કોઈ દર્દીને ઇમર્જન્સીમાં રક્તની જરૂરિયાત હોય અને મેહુલભાઈનો સંપર્ક કરવામાં આવે તો મેહુલભાઈ આજની તારીખે પણ તમામ કામ છોડી અને તે રક્તદાન કરવા દોડી જાય છે.

એક વખત રાત્રે અઢી વાગ્યે રક્તદાન કર્યું

પોતાના અનુભવ વર્ણવતા મેહુલભાઈએ જણાવ્યું કે તેણે એક વખત રાત્રે અઢી વાગે રક્તદાન અંગે કોલ આવ્યો હતો. જેને લઈને તેઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા આ દરમિયાન આદિવાસી બાળકને સર્પદંસ થતા રક્તની ખાસ જરૂર પડી હતી. જેમાં રાત્રે અઢી વાગે પણ તેઓએ રક્ત દાન કર્યું હતું છતાં બાળક ન બચ્યો હોવાનો વસવસો ઠાલવ્યો હતો. ખાસ વાત કરતા મેહુલભાઈએ જણાવ્યું કે તેઓ કેમ્પ કે કોઈ જાહેર કાર્યક્રમ દરમિયાન રક્તદાન કરતા નથી. જેનું કારણ એ છે એક વખત રક્તદાન કર્યા બાદ 3 મહિના સુધી રકત આપી શકાતું નથી.



તો જ્યારે હોસ્પિટલમાં ઇમરજન્સીમાં રક્તની જરૂર પડે ત્યારે હું અડધી રાત્રે પણ રક્ત આપી શકું તે માટે કાર્યક્રમોમાં રક્તદાન કરવાનું ટાળું છે. એટલું જ નહીં નવયુવાનોને પણ રક્તદાન માટે સતત પ્રોત્સાહિત કરી સમાજ માટે પ્રેરણા પૂરી પાડી છે. રક્તદાન કાર્ય બાદ શરીરમાં પણ ફાયદો થતો હોવાથી દરેક લોકોએ રક્તદાન કરવું જોઈએ તેમ અંતમાં મેહુલભાઈ જણાવ્યું હતું.
First published:

Tags: Local 18, જામનગર