કિંજલ કારસરીયા, જામનગર: જામનગરના 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓ ધુળેટીના પર્વ નિમિત્તે મંગળવારે સવારે જામનગરની આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા. જ્યા વડીલોની સાથે રહીને ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાના પરિવાર અથવા તો મિત્ર વર્તુળને બદલે આ વખતે આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત બેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા મુકબધીર બાળકોની સાથે ધુળેટી રમીને રંગોત્સવના પર્વની ઉજવણી કરી હતી.
ધુળેટી રમીને રંગોત્સવના પર્વની ઉજવણી
આ અનોખી ઉજવણીમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની સાથે જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા અને પ્રકાશભાઈ બાંભણિયા, ઉપરાંત કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, કેતનભાઇ નાખવા, પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ સહિતના હોદ્દેદારો જોડાયા હતા, અને વડીલોની સાથે હોળી રમી તેઓના આશીર્વાદ મેળવી પ્રત્યેકના મીઠા મોઢા કરાવાયા હતા.
આ ઉપરાંત મુકબધિર બાળકો ની સાથે પણ હોળી રમી તેઓના જીવનમાં રંગ ભરવાના પ્રયાસ કરાયો હતો. જેથી વડીલો અને બાળકો પણ ખુશખુશાલ બન્યા હતા અને સર્વે મહાનુભાવોની સાથે ઓતપ્રોત થઈને ધુળેટી નું પર્વ મનાવ્યું હતું. જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈએ વૃદ્ધાશ્રમમાં જઈને આ પર્વની ઉજવણી કરી હતી.
ધુળેટી રમીને રંગોત્સવના પર્વની ઉજવણી
આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત બેરા મૂંગા શાળામાં અભ્યાસ કરતા મુકબધીર બાળકોની સાથે ધુળેટી રમીને રંગોત્સવના પર્વની ઉજવણી કરી હતી. જેથી તે લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વૃદ્ધ લોકોમાં હોળીના પર્વ નિમિત્તે ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.