Home /News /jamnagar /જામનગરમાં યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા યુવકે માથામાં મારી દીધા ચપ્પુનાં ઘા

જામનગરમાં યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા યુવકે માથામાં મારી દીધા ચપ્પુનાં ઘા

સુરતની ગ્રીષ્મા વેકરિયા જેવી જ ઘટના જામનગરમાં થતી થતી રહી ગઇ છે.

Jamnagar news: જામનગરમાં ટ્યુશન ક્લાસ જતી વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના બની છે.

જામનગર: સુરતની ગ્રીષ્મા વેકરિયા જેવી જ ઘટના જામનગરમાં થતી થતી રહી ગઇ છે. જામનગરમાં ટ્યુશન ક્લાસ જતી વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના બની છે. અજય સરવૈયા નામના શખ્સે યુવતીના વાહનને આંતરીને ઘાતક હુમલો કર્યો હતો. જેના કારણે તેને માથામાં ચાર ટાંકા પણ લેવાનો વારો આવ્યો છે. જે બાદ યુવતીએ અજય સરવૈયા નામના વ્યક્તિ સામે સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

યુવકે યુવતીને પ્રેમ સંબધ રાખવા દબાણ કર્યું હતુ. યુવતી જ્યારે ટ્યુશન પતાવીને ઘરે જઇ રહી હતી. તે દરમિયાન યુવકે યુવતીને આંતરીને ઉભી રાખી હતી. જે બાદ તેણે યુવતીને પૂછ્યું હતુ કે, તારે મારી સાથે પ્રેમસબંધ રાખવો છે કે કેમ? તેમ પૂછતાં યુવતીએ યુવકને ધરાર ના પાડી દીધી હતી. યુવતીએ પ્રેમ સબંધની ના પાડતા અજય સરવૈયા નામના યુવકે છરી વડે યુવતી પર હુમલો કરી દીધો હતો.

આ પણ વાંચો: અંબાલાલ પટેલે માવઠા બાદ રોગચાળા અંગે આપી મોટી આગાહી,

શહેરમાં રામેશ્વરનગર કે.પી.શાહની વાડી નજીક આ ગોઝારી ઘટના બની છે. જેમાં યુવતીને કપાળમાં ચાર ટાંકા લેવા પડ્યા છે. અજય સરવૈયા વિરુદ્ધ સીટી બી ડીવીઝનમાં યુવતીએ પોલીસ ફરિયાદ નોધાવી છે. આ અગાઉ પણ છેડતી કરનાર આરોપી પાસે માફી મંગાવવામાં આવી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો: ફેસબુક પર કોઇ પણ જાહેરાત કરતા પહેલા ચેતજો


સુરતનો શું હતો કેસ?


નોંધનીય છે કે, સુરતના પાસોદરામાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં જ ફેનિલ ગોયાણીએ ઘાતકી હત્યા કરી નાંખી હતી. તેને કોર્ટ દ્વારા માત્ર 69 દિવસમાં જ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. અને કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકાર પક્ષ દ્વારા ત્રણ દિવસ સુધી દલીલ કરવામાં આવી હતી. જેમાં આરોપી દ્વારા ઉશ્કેરાટમાં હત્યા કરવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો.

આ સિવાય કોર્ટ દ્વારા 190 પૈકી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા.
First published:

Tags: Gujarat News, Jamnagar News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો