જામ દુધઈ ગામના સેવાભાવી સરપંચ જાદવજીભાઈ પ્રેમજીભાઈ ગાભવા ત્રણેક દસકાથી સેવા કાર્યનાં સારથી બન્યા છે. તેઓ મુક્તિધામમાં પોતાના ખર્ચે લાકડા ખરીદી આપે છે અને કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તે પોતે મુક્તિધામ માં પહોંચી અને અંતિમ વિધિની તમામ વ્યવસ્થા કરવામાં મદદ કરે છે.
Kishor chudasama, Jamnagar: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામ દુધઈ ગામના સરપંચ સેવાની મિશાલ બન્યા છે. તેઓ લગભગ ત્રણ દાયકાથી મુક્તિધામમાં સ્વખર્ચે લાકડા પહોંચાડ છે અને સાથે સાથે વૃક્ષોનો ઉછેર પણ કરે છે.
આ ઉપરાંત, ગામમાં કોઈપણ જ્ઞાતિ-સમાજને ત્યાં માઠો પ્રસંગ હોય તો, ત્યાં મુક્તિધામમાં તેઓ સતત હાજરી આપે છે અને અગ્નિદાહ માટે લાકડાની તમામ વ્યવસ્થા પોતે કરે છે. તેમની આ ઉમદા સેવા ભાવનાને કારણે લોકો તેમની બિરદાવે છે.
સરપંચ મુક્તિધામમાં પોતાના હાથથી ગોઠવે છે લાકડા
જામ દુધઈ ગામના સેવાભાવી સરપંચ જાદવજીભાઈ પ્રેમજીભાઈ ગાભવા ત્રણેક દસકાથી સેવા કાર્યનાં સારથી બન્યા છે. તેઓ મુક્તિધામમાં પોતાના ખર્ચે લાકડા ખરીદી આપે છે અને કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તે પોતે મુક્તિધામ માં પહોંચી અને અંતિમ વિધિની તમામ વ્યવસ્થા કરવામાં મદદ કરે છે.
એટલું જ નહીં પણ ચિતા પર પોતાના હાથથી જ લાકડા ગોઠવી અને બધી વ્યવસ્થા તૈયાર કરી આપે છે.મહત્વની વાત એ છે કે, જ્યાં સુધી મૃતકની અંતિમક્રિયા પુરી ન થાય ત્યાં સુધી તે અચૂકપણે હાજર રહી અને ઘટતી સુવિધા પૂરી કરાવે છે. ગામના લોકો પાસેથી એક પણ રૂપિયાનો ફાળો ઉઘરાવ્યા વગર તેઓ આ સેવા કરે છે.
ગામના સંપને પણ સલામ
ગામના સરપંચ અને સહકારી મંડળીના પ્રમુખ પદે પણ તેઓ સેવા આપી રહ્યા છે સાથે સાથે વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં પણ તેઓનો સિંહફાળો રહ્યો છે. મૃત્યુ સહિતના કોઈપણ પ્રસંગમાં નાત જાતના ભેદભાવ વગર તમામ લોકો એકબીજાથી થતી મદદ કરી રહ્યા છે.