Home /News /jamnagar /

Jamnagar News: શું તમારી પાસે છે દેશી ગાય, તો આ યોજનાનો લાભ લઇ મેળવો દર મહિને 900ની સહાય

Jamnagar News: શું તમારી પાસે છે દેશી ગાય, તો આ યોજનાનો લાભ લઇ મેળવો દર મહિને 900ની સહાય

સરકાર દ્વારા ખેડૂત લક્ષી અનેક યોજનાઓ અમલી છે, જેનો ખેડૂતોએ નિયત સમયે રજીસ્ટ્રેશન કરી લાભ લેવો જોઈએ. આવી જ એક યોજના છે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય, જેમાં સરકાર દ્વારા દર મહિને 900 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

    સંજય વાઘેલા,જામનગર: સરકાર દ્વારા ખેડૂત લક્ષી અનેક યોજનાઓ અમલી છે, જેનો ખેડૂતોએ નિયત સમયે રજીસ્ટ્રેશન કરી લાભ લેવો જોઈએ. આવી જ એક યોજના છે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય, જેમાં સરકાર દ્વારા દર મહિને 900 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો આવો જાણીએ કે આ યોજનાનો કેવી રીતે લાભ લેવો અને કેવી રીતે અરજી કરવી.

    પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા-જામનગરની કચેરીના પ્રોજેક્ટ ડાયરેકટર દ્વારા જણાવવામા આવે છે કે જામનગર જિલ્લાના ખેડુતો માટે પ્રાકૃતિક કૃષિની દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે ઓનલાઈનઆઈ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/)પર તારીખ 13/05/2022 થી 27/05/2022 સુધી રજીસ્ટ્રેશન થઇ શકશે. રાજ્યના ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેમજ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડુતોની સંખ્યામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરાઇ છે. જેમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત પરિવારને એક દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ મહિને રૂ.900/- (વાર્ષિક 10800/-) યોજનાનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે

    વર્ષે દસ હજારની મળે છે સહાય

    જે ખેડૂત દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતાં હોય તેવા ખેડૂત પરિવારને દેશી ગાય નિભાવ માટે મહિને રું. 900/-(વાર્ષિક રૂ.10800)ની સહાય ચુકવવામાં આવશે. આ માટે ખેડૂત પાસે આઈડેન્ટીફિકેશન ટેગ ધરાવતી દેશી ગાય હોવી જરૂરી છે તેમજ અરજદાર ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોવી જરૂરી છે તથા પ્રાકૃતિક ખેતી કરતો હોવો જરૂરી છે. અગાઉ આ યોજના હેઠળ લાભ મળેલ હોય તેવા ખેડુતો અરજી કરી શકશે નહી.

    આ પણ વાંચો: Jamnagar: ટુ-વ્હીલરના નંબરની બહાર પડી નવી સીરીઝ, જાણો કેવી રીતે કરવી અરજી

    કેવી રીતે કરવી અરજી અને છેલ્લી તરીખ નોંધી લો

    આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ થયું છે. જે તારીખ 13/05/2022 થી 27/05/2022 સુધી ચાલુ રહેશે. અરજદાર ખેડૂતે પ્રિન્ટ આઉટ અરજી સાથે 7-12ની નકલ અથવા 8-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતીપત્રક, દેશી ગાય ધરાવતા હોય તેવો ટેગ નંબર સાથેનો ફોટોગ્રાફ અને બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક જોડી અરજી કર્યાના 7 દિવસમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી, આત્મા પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર, બાજરા સંશોધન કેન્દ્ર, એરફોર્સરોડ, વુંલન મિલની સામે, જામનગર ખાતે રજુ કરવાની રહેશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર