Sanjay Vaghela, Jamnagar: દેશભરમાં આપણાં સૌના રાષ્ટ્રીય પર્વ એટલે કે સ્વતંત્રતા દિવસ (Independence Day 2022) 15મી ઓગસ્ટની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે છોટાકાશી તરીકે જાણીતા જામનગર (Jamnagar)નું ફરી એકવાર નામ રોશન થયું છે. જામનગર GSRTC વિભાગમાં ફરજ બજાવતા બે કર્મચારીનું અમદાવાદ ખાતે શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ ઇનામ આપી સન્માન (Employeehonored) કરવામાં આવ્યું છે. 15મી ઑગસ્ટ નિમિતે અમદાવાદ (Ahmedabad)માં આવેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગની મુખ્યમથક ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ દરમિયાન સારી કામગીરી કરનારા ST વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામાં આવે છે. જેમાં વિવિધ કામગીરી પ્રમાણે રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી નવાજવામાં આવે છે. આ વખતે ફરજ દરમિયાન ઈમાનદારી દાખવવા બદલ જામનગર બસ સ્ટેશનમાં ફરજ બજાવતા કંડક્ટર એન.જી. વાળા અને ડ્રાઈવર ડી. એ. જાડેજાને પ્રથમ ક્રમાંક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાંથી ST વિભાગના કુલ 16 જેટલાં કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યમાં જામનગર એસ.ટી.વિભાગના અને ભારતીય મઝદુર સંઘના આગેવાને સૌ પ્રથમ નંબરનું સ્થાન મળ્યું છે. તે બદલ જામનગર એસ.ટી વિભાગના અધિકારીઓ અને ડેપો ના તમામ કર્મચારીઓ અને ભારતીય મઝદુર સંઘના તમામ હોદેદારોએ જામનગર એસ.ટી.વિભાગનું નામ રોશન કર્યું છે.
જામનગર એસ.ટી.વિભાગના જામનગર ડેપો ખાતે કન્ડક્ટર એન.જી.વાળા અને ડ્રાઇવર ડી.એ.જાડેજા ફરજ બજાવતા કર્મચારી અને ભારતીય મઝદુર સંઘના આગેવાન એન,જી, વાળા અને ડી. એ.જાડેજા ડ્રાઇવર પોતાની ફરજ દરમિયાન ઈમાનદારીથી એસ.ટી.માં કન્ડક્ટર તરીકેની ફરજ બજાવી અને તે બદલ ગુજરાત એસ.ટી.અમદાવાદ હેડ ઓફીસ ખાતે તારીખ15મી 2022 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રાખવામાં આવેલા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલા કર્મચારીઓને ગુજરાત એસ.ટી.નિગમના એમ.ડી.ના હસ્તે પ્રશસાપત્ર અને રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.