Home /News /jamnagar /Jamnagar News: જામનગરના ડો. હેનલ મોઢા ચંદ્ર પરના રિસર્ચ બાદ ન્યૂયોર્કમાં નવું સંશોધન કરશે

Jamnagar News: જામનગરના ડો. હેનલ મોઢા ચંદ્ર પરના રિસર્ચ બાદ ન્યૂયોર્કમાં નવું સંશોધન કરશે

નાસાએ જામનગરના ડો. હેનલ ભટ્ટની ચંદ્ર પર રિસર્ચ કરવા પસંદગી કરી

Jamnagar News: જામનગરના ડો. હેનલ મોઢા ચંદ્ર પરના રિસર્ચ બાદ ન્યૂયોર્કમાં નવું સંશોધન કરશે. ચંદ્ર પરના રિસર્ચ માટે ન્યૂયોર્કની સ્ટોની બ્રૂક યુનિવર્સિટી દ્વારા પસંદગી પામ્યાં છે.

    કિંજલ કારસરીયા, જામનગરઃ શહેરના પી.એચ.ડી. કરેલા ડો. હેનલ (ભટ્ટ) મોઢા ચંદ્ર ઉપરના નાસાના રિસર્ચમાં જોડાશે. ન્યૂયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા વિશ્વના રિસર્ચ કરી રહેલા ટોચના પી.એચ.ડી. કરેલાને સિલેક્ટ કરવામાં આવતા હોય છે. તેમાં જામનગરના ડો. હેનલ મોઢા હાલ પસંદગી પામ્યાં છે. આ પ્રકારના રિસર્ચ માટે ભારતમાંથી અત્યાર સુધીમાં જૂજ લોકો જ સિલેક્ટ થયા છે અને તેઓ હાલ આ સંશોધનાત્મક કાર્યમાં જોડાયા છે.

    ચંદ્ર સાથે જોડાયેલા રિસર્ચ કર્યા


    જામનગરના ડો. હેનલ (ભટ્ટ) મોઢા અગાઉ ચંદ્રયાન 2.0 મિશનમાં જોડાયેલા હતા અને અમદાવાદની ગુજરાત યુનવર્સિટીમાંથી ઇસરોના સંયોજનથી ચંદ્રના સૌથી મોટા એટલે કે, 400 કિલોમીટરના વિશાળ જ્વાળામુખી ઉત્પતિ અંગે ત્રણ વર્ષ રિસર્ચ કરી ચૂક્યાં છે. ચંદ્રમાંથી ઉત્પન્ન થતા જ્વાળામુખીમાં કેટલા ખનીજ તત્વો આવે છે. તે અંગે રિસર્ચ કરી ચૂક્યા છે.

    આ પણ વાંચોઃ 25 દિવસ બાદ ચંદ્ર પરથી પરત ફર્યું નાસાનું ઓરિઓન કેપ્સ્યુલ

    અનેક રિસર્ચ પેપર્સ રજૂ કર્યા


    જામનગરના ડો. હેનલ (ભટ્ટ) મોઢા વિશ્વમાં સૌપ્રથમ ચંદ્ર પર પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ જે વિસ્તારમાં પહોંચ્યા હતા તે વિસ્તાર એટલે કે ‘મારે ટ્રાન્કવિલિટાટીસ’ તરીકે ઓળખાય છે, તેના ઇષ્ટ ભાગના મહત્વના ચંદ્ર પરથી મળતા પેટાળના રિસોર્સને જે લોકોને કામ આવી શકે છે, તે તમામ સ્થળો અંગે રિસર્ચ કરી ચૂક્યાં છે. ત્રણ વર્ષની રિસર્ચ કારકિર્દી દરમિયાન ડો. હેનલ મોઢાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રિસર્ચ પેપરો રજૂ કર્યા છે. તેમજ નાસા અને યુરોપિયન પ્લેનેટરી સાયન્સ સહિતની વિવિધ કોન્ફરન્સોમાં પણ ભાગ લઈ મહત્વની ભૂમિકા અદા કરી છે.

    આ પણ વાંચોઃ ચંદ્ર પર રોકાયેલા અવકાશયાત્રીનો વિચિત્ર દાવો, 'મનુષ્ય પણ...’

    આગામી જાન્યુઆરીમાં ન્યૂયોર્ક જશે


    જામનગરના ડો. હેનલ (ભટ્ટ) મોઢાની ઓક્ટોબર 2022માં ન્યૂયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા ચંદ્ર પરના વધુ રિસર્ચ માટે નાશા એલારો મિશન (લ્યુનર રેકોનાન્સ ઓર્બિટર)ના ડેટા થકી થનાર મહત્વના ભૂસ્તશાસ્ત્રીય સંશોધન માટે પસંદગી પામ્યા છે. 2023ના જાન્યુઆરીથી જામનગરના ડો. હેનલ (ભટ્ટ) મોઢા ખાસ એક્સચેન્જ વિઝીટર વિઝાથી મહત્વના સંશોધન માટે ન્યૂયોર્ક પહોંચશે. ન્યૂયોર્કમાં સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા ખાસ ગાઈડ સાથે એક નવું જ સંશોધન સોંપવામાં આવશે. જેને ભારત અને અન્ય બીજા દેશોમાં પણ ઉપયોગી નીવડશે અને ખગોળીય તેમજ ભૂસ્તરીય ફેરફારોને લઈને ચંદ્રની જમીનમાં રિસર્ચ થશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Jamnagar News, Moon, Nasa, Nasa નાસા, New Research, Scientific research

    विज्ञापन