Home /News /jamnagar /Jamnagar: જામનગર મહાનગરપાલિકાના કમિશનરએ યોગનું મહત્વ સમજાવતા કહ્યું કે...

Jamnagar: જામનગર મહાનગરપાલિકાના કમિશનરએ યોગનું મહત્વ સમજાવતા કહ્યું કે...

આ તકે મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડીએ જણાવ્યું કે યોગનું ભારતીય સંકૃતિમાં ઘણું

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોનું સિલેક્શન કરાયું હતું.

  Kishor chudasama, Jamnagar: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર જિલ્લા કક્ષાની ઓપન યોગાસન સ્પર્ધા 2023 એમ પી શાહ ટાઉનહોલ ખાતે યોજાઈ હતી. 6 સ્પર્ધકોની પસંદગી થવા પામી છે.આ વેળાએ જામનગરના મ્યુનિ. કમિશનર વિજયકુમાર ખરાડી ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ તેઓએ યોગનું મહત્વ સમજાવ્યું હતું.

  મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડીએ કહ્યું

  આ તકે મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડીએ જણાવ્યું કે યોગનું ભારતીય સંકૃતિમાં ઘણું મહત્વ છે.યોગ અને આસનો યુવાન કે વૃદ્ધને શરીરને ચુસ્ત, તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સરકાર દ્વારા પણ લોકોને યોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે યોગ માનસિક શાંતિ માટે પણ મદદરૂપ થાય છે, યોગથી શ્રેષ્ઠ માનવ, સમાજ અને દેશનું ઘડતર થાય છે. મહત્વનું છે કે યોગથી રોગપ્રતિકારક શક્તિ વધતી હોવાથી કોરોના બાદ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગનું મહત્વ લોકોને વધુ સમજાયું છે અને હવે લોકો યોગ પ્રત્યે જાગૃત થયા છે.


  6 સ્પર્ધકોની પસંદગી

  રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોનું સિલેક્શન કરાયું હતું. તેઓ આગામી સમયમાં તેઓ મનપા ખાતેની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાના એક્સપર્ટ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, ડૉ. છગન કગથરા અને ભુજ જિલ્લા કો ઓડીનેટર વિજયભાઈ શેઠએ નિર્ણાયકોની ફરજ બજાવી હતી. જેમાં વિજય ખરાડી, પ્રેમકુમાર કનર, ડીવાયડીઓ ઈરફાન પઠાણએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જામનગર જિલ્લા રમત ગમત અધિકારી રાવલિયા, યોગ કોચ સંજય પરમાર, અને યોગ ટ્રેનરો મીનાબેન જોતિશી, હિમાની નંદશના, દિપ્તીબેન પંડ્યા , અંજુબેન દુલાની,તૃપ્તિબેન ઓઝા, પ્રીતિબેન પરીખ, વોલેન્ટીયર સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડજામનગર જિલ્લા કો-ઓર્ડીનેટર યોગ જજ પ્રીતિબેન શુક્લ જોડાયા હતા.
  First published:

  विज्ञापन