Home /News /jamnagar /જામનગર: પોલીસને બાતમી આપવા મામલે મિત્રે જ મિત્રની કરી ઘાતકી હત્યા

જામનગર: પોલીસને બાતમી આપવા મામલે મિત્રે જ મિત્રની કરી ઘાતકી હત્યા

(પ્રતિકાત્મક તસવીર)

Jamnagar Crime: જામનગરના મોરકંડા ગામે પોલીસને બાતમી આપતો હોવાની શંકાને લઈને યુવાનની હત્યા કરાયાની ઘટના સામે આવી છે

    કિંજલ કારસરીયા, જામનગર: જામનગરના મોરકંડા ગામે પોલીસને બાતમી આપતો હોવાની શંકાને લઈને યુવાનની હત્યા કરાયાની ઘટના સામે આવી છે. જામનગરના મોરકંડા ગામના ધાર વિસ્તારમાં શુક્રવારે એક યુવાન પર તેના જ મિત્રએ લોખંડની પાઇપથી હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી.

    પોલીસને બાતમી આપી પોતે અવારનવાર પોલીસને ગામમાં બોલાવતો હોવાની વાત મૃતકે પોતાના અન્ય મિત્રોને કરી હતી. તેની જાણ હુમલાખોરને થયા પછી બંને વચ્ચે મનદુખ થયું હતું, તેના કારણે હુમલાખોરે તેનું ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટનાને પગલે ગ્રામ્ય ડીવાયએસપી, એલસીબી ઉપરાંત પંચકોષી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હુમલાખોર મિત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી ઠેબા ચોકડીથી લાલપુર ચોકડી વચ્ચેના રોડ પર મોરકંડા ગામના ધાર વિસ્તારમાં સુરેશ ઉર્ફે ગડા નામના 24 વર્ષના યુવાન પર શુક્રવારે રાત્રે મિલન રમેશભાઈ સીતાપરા નામના શખ્સે લોખંડની કોશ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા સુરેશનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

    આ પણ વાંચો: સોનીઓને ચેતવતો કિસ્સો! જો કોઇ મહિલા 'પીળો ચૂનો'ના લગાડી જાય!

    ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પોલીસે સુરેશ ઉર્ફે ગડાનો મૃતદેહ લઈ પીએમ માટે ખસેડી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ગુલાબનગર વિસ્તારમાં વસવાટ કરતા સુરેશ ઉર્ફે ગડાએ થોડા દિવસો પહેલા પોતાના મિત્રને વાત કરી હતી કે, સુરેશ પોતે પોલીસને અમુક બાબતની બાતમી આપી દરોડા પડાવતો હતો. તે વાત મિલનને જાણવા મળતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. એક સમયે મિલન તથા સુરેશ પણ મિત્રો હતા. તે બંને વચ્ચે ઝઘડો થયા પછી ગઈકાલે રાત્રે મોરકંડા ધાર નજીકના વેલનાથ ચોકમાં મિલને તેની સાથે ઝઘડો કર્યા પછી પોતાના ઘરેથી કોશ લાવી સુરેશ પર હુમલો કર્યો હતો. જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત  સુરેશ લોહીલુહાણ બની ઢળી પડ્યો હતો. તે પછી હુમલાખોર મિલન રમેશભાઈ પલાયન થઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે આઈપીસી 302, 135 (1) હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Jamnagar News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन