Home /News /jamnagar /

Jamnagar: અમરનાથ પગપાળા જવા નીકળ્યો જામનગરનો યુવક, જાણો શું છે હેતુ?

Jamnagar: અમરનાથ પગપાળા જવા નીકળ્યો જામનગરનો યુવક, જાણો શું છે હેતુ?

જામનગરથી

જામનગરથી અમરનાથ ચાલીને જશે આ યુવક

બાબા બરફાનીના દર્શન કરવા એક લ્હાવો છે. મોટી સંખ્યામાં લોકો અમરનાથની યાત્રા માટે નીકળી રહ્યા છે. હાલ વેકેશન હોવાથી અમરનાથ જતા શ્રદ્ધાળુની સંખ્યા વધી રહી છે.

    સંજય વાઘેલા, જામનગર: બાબા બરફાનીના દર્શન કરવા એક લ્હાવો છે. મોટી સંખ્યામાં અમરનાથની યાત્રા (Amarnath Yatra) માટે નીકળી રહ્યા છે. હાલ વેકેશન હોવાથી અમરનાથ જતા શ્રદ્ધાળુની સંખ્યા વધી રહી છે. બસ, ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઇ ચુક્યા છે. જો કે જામનગર (Jamnagar) નો એક યુવક બાબા બરફાનીના દર્શન કરવા માટે પગપાળા નીકળ્યો છે. આ યુવકને અભિનંદન પાઠવવા માટે મોટી સંખ્યામાં જામનગરવાસીઓ જોડાયા હતા. અને તેમની યાત્રા સુખદ રહે તેવી પ્રાર્થના પણ કરી હતી. શહેરના સુભાષ માર્કેટ પાસે રહેતા અને સિક્યુરીટી ગાર્ડ, છૂટક મજુરીકામ અને ઘરકામ તથા વાહન સાફ સફાઈનું કામ કરતાયુવાનપરેશ હરકિશનભાઈ આશાવર જામનગરથી અમરનાથ યાત્રાએ સાઈકલ (Amarnath Yatra 2022) લઈને જવા નિર્ધાર કર્યો હતો. જે અંતર્ગત ગઇકાલે સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

    યાત્રા કરવાનો ઉદેશ્ય શું છે?

    પ્રાપ્ત વિગત મુજબ સાહસિક મિજાજના આ યુવાન પરેશભાઈ કચ્છમાં સ્થિત માતાના મઢની અનેક વખત પગપાળા યાત્રા કરી ચુક્યા છે. તો ચોટીલાધામની પણ અસંખ્યવાર સાયકલ યાત્રા કરી ચુક્યા છે. આ યાત્રા તેઓ પોતાના માટે નહીં પરંતુ કોરોનાકાળમાં પોલીસ ઓફીસર, હોમગાર્ડ ઓફીસર, ડોકટરો તથા સફાઈ કર્મચારીઓ કે જેઓ કોરોના કાળમાં ચટ્ટાનની જેમ ખડેપગે ઉભા રહી અને પોતાની ફરજ નિભાવી છેતેનું કલ્યાણ થાય અને ગૌ હત્યા બંધ કરવા અનુરોધ કર્યો છે. તથા સરહદ ઉપર થયેલા શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો તેમનો મુખ્ય હેતુ છે.

    આ પણ વાંચો:Jamnagar: વિદ્યાર્થીઓનો 12 સાયન્સમાં ખુબ જ સારો દેખાવ, જાણો કેટલા ટકા આવ્યું પરિણામ

    છેલ્લા 10 વર્ષથી કરે છે સાયકલ યાત્રા

    વધુમાં જાણવા મળ્યું કે જામનગરથી અમરનાથ સુધીની યાત્રા શહેરનાસાહસિક યુવાન પરેશ હરકિશનભાઈ આશાવર દ્વારા કરવામાં આવી રહી છે તે મોટી વાત ગણાય છે. ન્યુઝ 18 લોકલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે તેઓ જામનગરથી અમરનાથની સાયકલ યાત્રા છેલ્લા 10 વર્ષથી કરે છે. આ વર્ષે પણ તેઓ સાઈકલ લઈને અમરનાથ સુધીની યાત્રા કરશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર