Home /News /jamnagar /જામનગર: લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, બાળકી સહિત 3નાં મોત

જામનગર: લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, બાળકી સહિત 3નાં મોત

જાયવા નજીક ટ્રક પાછળ કાર ઘુસી ગઈ

Jamnagar Accident: જામનગરમાં અકસ્માતમાં ત્રણનાં મોત. લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત. જામનગરમાં રહેતા પરિવારની કાર ટ્રક પાછળ ઘુસી હતી. બાળકી સહિત 3નાં મોત

જામનગર: જામનગરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ રોડ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. જાયવા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. હાલ પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત

જામનગરના જાયવા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્મતા સર્જાયો હતો. જેમાં ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 1 બાળકી સહિત 3ના મોત નિપજ્યાં છે. રાજકોટમાં લગ્નપ્રસંગથી પરત ફરતા જામનગરમાં પરિવારને અકસ્માત નડ્યો હતો. જામનગરમાં રહેતા પરિવારની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. કારમાં સવાર મહિલા, પુરુષનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે બે વર્ષની બાળકીને વધુ સારવાર અર્થે જામનગર લવાઈ રહી હતી તે દરમિયાન રસ્તામાં મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: 28 વર્ષ પહેલા મિત્રની જ કરી હતી હત્યા, મૂળ ઓડીસાનો આરોપી કેરળથી ઝડપાયો

બનાસકાંઠામાં હિટ એન્ડ રન

બનાસકાંઠામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. થરા-હારીજ રોડ ઉપર આવેલ ખારીયા ગામ પાસે ગતરાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. હાઈવે ઉપર જઇ રહેલા રાહદારીને અજાણ્યો વાહનચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં ઘાયલ યુવકને થરા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. થરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.


દાહોદમાં દારૂ ભરેલી મીની ટ્રક પલટી

ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત કરતી અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે દાહોદમાં પેથાપુર નજીક દારૂ ભરેલી મીની ટ્રક પલટી હોવાની ઘટના બની છે. પેથાપુરની કાળીનદી નજીક ખાડામાં દારૂ ભરેલી મીની ટ્રક પલટી ગઈ હતી. ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Accident News, Gujarat News, Jamnagar News