Jamnagar: જામનગરની જેકુરબેન સોની કન્યા વિદ્યાલયની મનમાની, ગ્રાન્ટેડ હોવા છતાં પણ રૂ.2000 ફી ઉઘરાવી
Jamnagar: જામનગરની જેકુરબેન સોની કન્યા વિદ્યાલયની મનમાની, ગ્રાન્ટેડ હોવા છતાં પણ રૂ.2000 ફી ઉઘરાવી
જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં જ્યારે એબીવીપીના કાર્યકરો અને હોદ્દેદારોએ દોડી ગયા હતા
જામનગરની જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં કન્યા કેળવણી રાજ્ય સરકાર દ્વારા ફ્રી કરવામાં આવી છે અને ગ્રાન્ટેડ શાળા હોવા છતાં પણ બે હજાર રૂપિયા જેટલી ફી કોઈપણ જાતના રીસીપ કે આધાર પુરાવા વગર લેવાતી હોવાની ફરિયાદ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયા માટે વિદ્યાર્થીનીઓની પરીક્ષા નિયમ વગર લેવાતી હોવાની ઘટનાને લઇને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આવેદનપત્ર પાઠવી ત્રણ દિવસમાં એબીવીપીના બે કાર્યકરોને સાથે રાખી રોજકામ કરી ન્યાયિક રીતે જવાબદારો સામે પગલાં લેવા માગણી કરાઈ છે.
કિંજલ કારસરીયા, જામનગર: જામનગર (Jamnagar)ની જેકુરબેન સોની કન્યા વિદ્યાલય (Jakurben Soni Kanya Vidyalaya)માં નિયમોને નેવે મૂકી પ્રવેશ પરીક્ષા અને 2000 જેટલી કોઈપણ આધાર પુરાવા વગર ફી ઉઘરાવાતી હોવાની રાવને લઈને હંગામો મચાવ્યો છે. ત્યારે આ હંગામા બાદ એબીવીપી (ABVP) દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ આવેદનપત્ર પાઠવી તપાસ કરી પગલાં લેવા માગણી કરવામાં આવી છે.
જામનગરના જનતા ફાટક વિસ્તારમાં આવેલી જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં ધોરણ 9 અને 11 માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ ગ્રાન્ટેડ શાળામાં નિયમો વગર પ્રવેશ પરીક્ષા લેવાઇ રહી છે અને બે હજાર રૂપિયા જેટલી રોકડ ફી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી કોઇપણ જાતના રીસીપ કે આધાર પુરાવા આપ્યા વગર લેવાઇ રહી છે. તેવા આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ શાળામાં દોડી જઈ હંગામો મચાવ્યો હતો.
જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં જ્યારે એબીવીપીના કાર્યકરો અને હોદ્દેદારોએ દોડી ગયા હતા ત્યારે શાળાના પ્રિન્સીપાલ મેઘલબેન શેઠે નિયમો અનુસાર કાર્યવાહી થઈ રહી હોવાનું ગાણું ગાઈને પરિપત્ર દેખાડવા માટે સમય માગી ગલ્લાતલ્લા કર્યા હતા. જોકે લાંબા સમયની ઉહાપોહ બાદ પ્રિન્સિપાલે કોઈ જ પ્રત્યુત્તર ન આપતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને પોલીસને પણ બોલાવવી પડી હતી. જોકે સમગ્ર ઘટનાક્રમ બાદ પણ શાળાના પ્રિન્સિપાલ દ્વારા કોઇ જ સંતોષકારક જવાબ ન આપતા શાળાની પણ ક્યાંક ગેરરીતિઓ હોય તે પ્રકારે તેના પર ઢાંકપિછોડો કરવા પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી એ આ મુદ્દે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તપાસ કરી પગલાં લેવા માગણી કરાઈ છે.
જામનગરની જેકુરબેન સોની કન્યા વિદ્યાલયમાં કન્યા કેળવણી રાજ્ય સરકાર દ્વારા ફ્રી કરવામાં આવી છે અને ગ્રાન્ટેડ શાળા હોવા છતાં પણ બે હજાર રૂપિયા જેટલી ફી કોઈપણ જાતના રીસીપ કે આધાર પુરાવા વગર લેવાતી હોવાની ફરિયાદ ઉપરાંત પ્રવેશ પ્રક્રિયા માટે વિદ્યાર્થીનીઓની પરીક્ષા નિયમ વગર લેવાતી હોવાની ઘટનાને લઇને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આવેદનપત્ર પાઠવી ત્રણ દિવસમાં એબીવીપીના બે કાર્યકરોને સાથે રાખી રોજકામ કરી ન્યાયિક રીતે જવાબદારો સામે પગલાં લેવા માગણી કરાઈ છે.
જામનગરના પોશ વિસ્તારમાં આવેલી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય ગ્રાન્ટેડ શાળા હોવા છતાં પણ 2000 રૂપિયા જેટલી ફીની ઉઘરાણી કરી રહી છે. આ ઉપરાંત શાળામાં એન્ટ્રસ પરીક્ષા પણ લેવાઈ રહી છે. જે નિયમ વિરુદ્ધ હોવાના આક્ષેપ સાથે એબીવીપીના હંગામા બાદ શિક્ષણ વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર મુદ્દે પ્રકાશ તપાસના અંતે જવાબદારો સામે પગલાં લેવાશે કે પછી શિક્ષણ તંત્રમાં ફરી અંધેરી નગરીને ગંડુ રાજા ને જેમ જ શિક્ષણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાશે? તે જોવું રહ્યું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર