Home /News /jamnagar /Jamnagar: આ જેલમાં કેદીઓ થઈ રહ્યા છે પગભર, ખેતી કરીને મેળવી રહ્યા છે આવક, જુઓ Video

Jamnagar: આ જેલમાં કેદીઓ થઈ રહ્યા છે પગભર, ખેતી કરીને મેળવી રહ્યા છે આવક, જુઓ Video

ખેતી

ખેતી કરતા કેદીઓ

જામનગર જિલ્લા જેલમાં જેલ કેદીઓ શાકભાજીની ખેતી કરી રહ્યા છે. જેલમાં ખાલી પડેલી બેથી અઢી એકરની જગ્યામાં જેલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કેદીઓ દ્વારા શાકભાજીની ખેતી કરવામાં આવે છે

    Sanjay Vaghela, Jamnagar: જેલમાં કેદીઓ માટે વિવિધ સુધારણા પ્રવૃતિઓ ચાલતી રહે છે. કેદીઓ વિવિધ કામગીરી કરીને પૈસા પણ કમાઈ શકે છે. જામનગર જિલ્લા જેલમાં આવી જ એક પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જામનગર જેલમાં કેદીઓ ખેતીવાડી કરી રહ્યા છે. જેલમાં ખાલી પડેલી જગ્યામાં કેદીઓ ખેતીની પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેમાં જેલ તંત્ર દ્વારા કેદીઓને ખેતી માટે જરૂરીતમામ વસ્તુઓ તથા મદદ કરવામાં આવી રહી છે. આ પાછળ તેમનો હેતુ કેદીઓ ઈતર પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહે અને બે પૈસા પણ કમાઈ શકે.

    જેલનું શાકભાજી ખરીદવા માટે શહેરીજનો લગાવે છે લાઈન


    પ્રાપ્ત વિગત મુજબ જામનગર જિલ્લા જેલમાં જેલ કેદીઓ શાકભાજીની ખેતી કરી રહ્યા છે. જેલમાં ખાલી પડેલી બેથી અઢી એકરની જગ્યામાં જેલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કેદીઓ દ્વારા શાકભાજીની ખેતી કરવામાં આવે છે. જેમાં સીઝનલ શાકભાજી, ફળફૂલ ઉગાડવામાં આવે છે. જેલમાં જ ઉગાડવામાં આવેલા શાકભાજીનો ઉપયોગ જેલમાં જ કેદીઓ માટે બનાવવામાં આવતા ભોજનમાં જ કરવામાં આવે છે. એટલું જ નહીં જો વધારે માત્રામાં ઉત્પાદન થાય તો જેલ બહાર જ સ્ટોલ લગાવીને જાહેર જનતા માટે શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે. જેલનું શુદ્ધ અને સસ્તું શાકભાજી ખરીદવા માટે શહેરીજનો પણ લાઈન લગાવે છે.

    આ પણ વાંચો:  વારંવાર ખાવાનું મન થાય એવા 'મારાજના' ઘૂઘરા, જુઓ Video

    ખેતી કરવા બદલ કેદીઓને મળે છે મહેનતાણું


    જેલમાં કાચા અને પાકા કામના કેદીઓ પાસે વિવિધ કામગીરી કરાવવામાં આવતી હોય છે. આ કામગીરી કરવા બદલ કેદીઓને મહેનતાણું પણ આપવામાં આવે છે. કેદીઓને જેલ તંત્ર દ્વારા ખેતી કરવા ઈચ્છતા કેદીઓને જરૂરી તમામ મદદ કરવામાં આવે છે. કારણ કે જેલમાં રહીને કેદીઓ જો આવી પ્રવૃતિઓ કરે તો તેમનું માઈન્ડ ડાયવર્ટ થાય સાથે સાથે તેઓને કેન્ટીનનો ખર્ચ બહારથી મંગાવવાની જરૂર પડતી નથી. જામનગર જેલમાં 6થી 7 કેદીઓ આ ખેતી કામ કરી રહ્યા છે જેઓને દિવસ પ્રમાણે મહેનતાણું આપવામાં આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Samachar, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन