Home /News /jamnagar /Jamnagar: મોબાઈલ ફોનથી માત્ર એક SMS કરવાથી થઈ જશે કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ બંધ; આવી છે ટેક્નોલોજી

Jamnagar: મોબાઈલ ફોનથી માત્ર એક SMS કરવાથી થઈ જશે કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ બંધ; આવી છે ટેક્નોલોજી

Jamnagar: ચાર યુવાનોએ માત્ર 5 હજારમાં બનાવ્યું અનોખું મશીન, મોબાઈલ ફોનથી બંધ

ITI ના ચાર યુવાનોએ માત્ર 5 હજારમાં અનોખું ડિવાઈસ બનાવ્યું છે. મોબાઈલ ફોનથી માત્ર એક SMS કરવાથી કોઈ પણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ બંધ કરી શકાશે.આઘુનિક યુગમાં ઘણો મહત્વનો ભાગ ભજવી શકે છે આ ડિવાઈસ.

    Sanjay Vaghela, Jamnagar:  આજનાં ટેક્નોલોજીનાં યુગમાં મનુષ્ય જીવન ઘણું જ સરળ બાની ગયું છે. સમગ્ર દુનિયા આંગળીનાં ટેરવે આવી ગઈ છે. તો હજું પણ સરળ જીવન માટે સંશોધતો ચાલુ જ છે. ખેતી ક્ષેત્રમાં પણ અનેક શોધ થઇ છે. આવી જ એક અનોખી શોધ જામનગરનાં ચાર યુવાનોએ કરી છે, જેમાં મોબાઈલની મદદથી ગમે તેટલા દૂર તમારું ઇલેકટ્રીક કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ચાલુ કે બંધ કરી શકો છો. આ ટેક્નોલોજીથી જો તમે ઘરનું ac કે કોઈ પણ ઉપકરણ બંધ કરવાનું ભૂલી ગયાં હોવ તો તમારા મોબાઈલમાંથી માત્ર એક SMS કરીને એ ઉપકરણ બંધ કરી શકો છો. તો આવો જાણીએ કેવું છે આ ઉપકરણ અને કેવી રીતે કામ કરે છે.

    કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી ?

    જામનગરમાં આવેલા ITI માં ઇલેકટ્રીશીયન ટ્રેડમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા ચાર યુવાનોએ સ્વ ખર્ચે એક અનોખી ટેક્નોલોજી વિકસાવી છે. આ ટેક્નોલોજીમાં એક સર્કિટ અને એક સિમ કાર્ડ લગાવ્યું છે, આ સિમ કાર્ડનો નંબર હોઈ છે. આ ટેક્નોલોજીને ખેડૂત પોતાના ખેતરની મોટર સાથે લગાવે તો તે ઘરેથી મોટર ચાલુ કે બંધ કરી શકે છે.



    આ માટે ખેડૂતે પોતાના મોબાઈલમાંથી માત્ર એક On ke Off મેસેજ કરવાનો રહેશે, આ ટેક્નોલોજીનો ઉપયોગ ખેડૂત જ નહીં પરંતુ તમે ઘરે લગાવેલા કોઈપણ ઈલેકટ્રીક કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ પણ લગાવી શકો છો.આ ટેક્નોલોજીમાં ડિવાઇસમાં લગાવેલા સિમકાર્ડનું રિચાર્જ કરવું જરૂરી છે અને તે નેટવર્કમાં હોવું પણ જરૂરિયાત છે.

    આ અનોખી ટેક્નોલોજી ITI માં ઇલેક્ટ્રિશીયન ટ્રેડમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા ચાર યુવકો, પરમાર નિલેશ, ઠાકર મહેશ, ભરવાડીયા દિલીપ, જગતિયા પ્રિયાંક, નકુમ કલ્પેશ, એ સાથે મળીને બનાવી છે. આ ચારેય યુવકોએ ખેડૂતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં તેઓને અંદાજે દોઢથી બે મહિનાનો સમય લાગ્યો હતો, એટલું જ નહીં આ પ્રોજેક્ટ પાછળ તેઓને 5300 રૂપિયાનો ખર્ચ થયો હતો,



    જે તેઓએ સ્વખર્ચે તૈયાર કર્યો છે. આ પ્રોજેકટ અભ્યાંસનો જ ભાગ હોવાથી તેને પેટેન્ટ કરવામાં નહીં આવે પરંતુ આ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તેઓ હજું આ દિશામાં કંઈક નવું જરૂર કરી શાલે છે. તો આ પ્રોજેકટ તૈયાર કરવામાં જામનગરનાં ITI નાં સુપરવાઈઝર અને ઇન્સ્ટ્રક્ટરએ જરૂરી તમામ મદદ પણ કરી હતી.

    ખેડૂતોને ધ્યાનમાં રાખી બનાવી આ ટેક્નોલોજી !

    આ ચારેય યુવકો સામાન્ય પરિવારમાંથી આવે છે, જેમાંથી એક યુવક ખેડૂતનો પુત્ર હોવાથી સૌપ્રથમ તેને ખેડૂતો માટે કંઈક બનાવવાનો વિચાર આવ્યો હતો, તેણે જણાવ્યું કે ખેડૂતોને રાતે ખેતરમાં મોટર ચાલુ બંધ કરવા માટે જવું પડતું હતું, આથી વિચાર આવ્યો કે એક એવી ડિવાઇસ બનાવવામાં આવે જેથી ઘરે બેઠાં જ ખેડૂતોને અનેક કિમી દૂર ખેતર જવાની જરુર નહીં પડે અને ઘરેથી જ તેઓ મોટર ચાલુ બંધ કરી શકે છે.
    First published:

    Tags: Electronic Items, Farmers News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन