Kishor chudasama jamnagar: સંપ, સહકાર, ત્યાગ બલિદાન સહિતના ઉમદા ધ્યેય અને આદર્શના પાયા પર ભારતની સંસ્કૃતિ ટકી રહી છે અને પરોપકારના આવા સિદ્ધાંતને લઈને જ ભારતીય સંસ્કૃતિ અન્ય દેશથી અલગ તરી આવે છે. ભારતે પાડોશી ધર્મને પણ પહેલા ગણ્યો છે. ત્યારે પડોશી ધર્મના જામનગરની તપોવન કોલોનીમાં પણ સાક્ષાત દર્શન થઈ રહ્યા છે.
આ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા દર મહિનામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગીત, સંગીત અને રામતગમમત સાથે જમવાનો કાર્યક્રમ યોજાઈ છે. આ દરમિયાન સોસાયટીના તમામ લોકો ઉમટી પડી અને આનંદ લૂંટે છે.
જામળવાર અને સુર સંગીતના કાર્યક્રમો
જામનગર શહેરના પ્રતાપ વિલાસ પેલેસની બાજુમાં આવેલી તપોવન કોલોનીના નામે ઓળખાતી આ સોસાયટીમા મોટાભાગે સામાન્ય પરિવારના લોકો વસવાટ કરે છે. જ્યા એકબીજાના સહકારથી દર મહિનામાં એક વખત જામળવારનું આયોજન કરવામાં આવે છે. આ અવસરે રહીશો પરિવાર સાથે ઉમટી પડે છે અને ભોજનની જયાફ્ત માણ્યા બાદ સુરીલા કાર્યક્રમ યોજાઈ છે. જેમાં સંગીતના શોખીન બાળકો અને વડીલો, યુવાનો સંગીત લાલકારે છે. ઉપરાંત બાળકો મનગમતી રમતો પણ રમે છે. આમ સંપ અને કિલ્લોલથી સોસાયટીમાં જાણે સાક્ષાત પોઝીટીવ ઉર્જાનો સંચાર થાય તેવો ઘાટ સર્જાઈ છે.
કોરોનામાં કરી હતી અદ્દભુત સેવા
એટલું જ નહી સુખ દુઃખમાં પણ આ સોસાયટીના રહીશો એક બીજાનો ટેકો બનીને ઉભા રહી છે. કોરોના કાળ દરમિયાન લોકો પરિવારના સભ્યોને પણ સારવાર કરાવવા માટે ડરતા હતા. આ દરમિયાન જોખમ વચ્ચે પણ પડોશીઓએ કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડયાના દાખલા છે. આમ સંપ અને સાથ સહકારથી આવા કાર્યક્રમ યોજતી આ સોસાયટી લગભગ સૌરાષ્ટ્રની પ્રથમ હોય તેવું કહેવામાં પણ કઈ વધુ પડતું નથી!