Home /News /jamnagar /

Jamnagar: શૌર્ય અને વિરતાની ભૂમિ એટલે ભૂચર મોરીનું યુદ્ધ મેદાન, જાણવા જેવો છે ઇતિહાસ

Jamnagar: શૌર્ય અને વિરતાની ભૂમિ એટલે ભૂચર મોરીનું યુદ્ધ મેદાન, જાણવા જેવો છે ઇતિહાસ

પાંચ હજાર જેટલાં યુવાનો કરશે તલવારબાજી

જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ તાલુકા (Dhrol Taluka)માં ખેલાયેલા લોહીયાળ યુદ્ધમાં ક્ષત્રિયોની વીરતાની (Bhuchar Mori War) યાદ અપાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

    Sanjay Vaghela, Jamnagar: દર વર્ષની જેમ આ વર્ષે પણ 429 વર્ષ પહેલા જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ તાલુકા (Dhrol Taluka)માં ખેલાયેલા લોહીયાળ યુદ્ધમાં ક્ષત્રિયોની વીરતાની (Bhuchar MoriWar) યાદ અપાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે એક સાથે પાંચ હજાર જેટલાં રાજપૂત યુવાનો તલવારબાજી કરી નવો રેકોર્ડ કીર્તિમાન કરવાનાં છે. તમને જણાવી દઈએ કે ઇતિહાસમાં ભૂચર મોરીનું યુદ્ધ (Historical place) સૌથી ભયાનક યુદ્ધમાંથી એક છે. ઇતિહાસકારોનું માનવું છે કે ઉતર ભારતમાં જેમ પાણીપતનું યુદ્ધ હતું તેટલું જ ભયાનક યુદ્ધ ધ્રોલના ભૂચર મોરીમાં ખેલાયું હતું.

    ભૂચર મોરીના ઇતિહાસ અંગે વાત કરીએ તો ઈ.સ. 1591માં અને અંદાજે 429 વર્ષ પહેલા જામનગરના ધ્રોલ નજીક આવેલા ભૂચર મોરી મેદાનમાં યુદ્ધ કેમ લડાયું તેની પાછળ એક લાંબી કહાણી છે પરંતુ ટૂંકમાં જણાવીએ તો એ સમયે મુઘલોથી બચીને ભાગેલા અમદાવાદના બાદશાહ મુઝફ્ફરને જામનગરે આશરો આપ્યો હતો.

    આ બાબતો ખાર રાખી અકબરે એ સમયે ગુજરાતના સૂબા મીર્ઝા અઝીઝ કાકાને જામનગર પર આક્રમણ કરવા આદેશ આપ્યો હતો અને મીર્ઝા અઝીઝ કાકા સામે ભૂચર મોરીના મેદાન ખાતે યુદ્ધ લડાયું હતું.

    આ યુદ્ધમાં જામનગરના યૌદ્ધાઓએ વિરતાં દાખવી અને થોડીવાર તો મુઘલોને પીછેહટ કરવી પડી હતી પરંતુ જામસાહેબ સતાજીનું સૈન્ય દગાબાજીનો ભોગ બન્યું. લડાઈ એવી કટોકટીએ પહોંચી કે, હાથે મીંઢોળ બાંધેલું હોવા છતાં પાટવીકુંમાર અજાજી જાનૈયાઓ સાથે લડવા નીકળ્યા હતા. લડતાં લડતાં તેમના ઘોડાએ મીરઝા અઝીઝ કોકાના હાથી ઉપર તરાપ મારી. યુદ્ધમાં ઘેરાઈ જતાં રાજકુંવર વીરગતિ પામ્યા.

    આ પણ વાંચો:  જામનગરમાં રાષ્ટ્રધ્વજ આ જગ્યાએ કરાવી શકો છો જમા, વાંચો પૂરી વિગત

    ત્યારબાદ નવોઢા રાણી ભૂચર મોરીના મેદાનમાં સતી થયાં હતાં. પાટવીકુંવર અજાજીના મસ્તકને ખોળામાં લઈને નવોઢા રાણી સૂર્યકુંવારીબા સતી થયાનો પણ ઈતિહાસમાં ઉલ્લેખ છે. ત્યારથી લઈને આજ સુધી જાડેજા કુટુંબ સતીની ડેરીનું પૂજન કરે છે. એટલું જ નહીં આજે આ વીરભૂમિનું જતન કરી સુંદર પ્રવાસન સ્થળ બનાવવામાં આવ્યું છે, જ્યાં વીરતાં પામેલા યોદ્ધાઓની પ્રતિમા પણ લગાવવામાં આવેલી છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Dhrol, History, Jamnagar News, Jamnagar Samachar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन