Kishor chudasama, jamnagar: ઘણા લોકોની ઈચ્છા હોય છે કે, તેમનું જીવતા જગતિયું કરવામાં આવે અને પરિવારના વડીલની આ ઈચ્છા પૂરી કરવા માટે પરિવારના સભ્યો ધામધૂમથી તેમના જીવતા જગતિયું કરતા હોવાના અનેક કિસ્સાઓ આગાઉ પ્રકાસમાં આવ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો જામનગર જિલ્લાના મોટી બાણુંગર ગામે સામે આવ્યો છે. જેમાં મોટી બાણુગાર ગામે ભેંસદડિયા પરિવારના વયોવૃધ્ધ દંપતીનું પરિવારજનો દ્વારા જીવતા જગતિયું કરવામા આવ્યું હતું. જેમાં લોકોએ સગાસંબંધીઓ એક સાથે બેસીને વૃદ્ધ માતાપિતાની હાજરીમાં ભોજન કર્યું હતું.
વિચાર આવ્યા બાદ અમલમાં મુક્યો અને આયોજન ઘડી કાઢ્યું
મોટી બાણુગાર ગામે રહેતા ભવાનભાઇ કરશનભાઇ ભેંસદડિયા (ઉ.વ.85 અને તેમના પત્ની દિવાળીબેન ભવાનભાઈ ભેંસદડિયા (ઉ.વ.80) હાલમાં નિવૃત જીવન જીવી રહ્યા છે. તેમના પરિવારમાં ત્રણ દીકરા અને બે દીકરી છે. જે તમામ સુખીસમ્પન જીવન ગુજારી રહ્યા છે. ત્યારે ત્રણેય સંતાનો ના પરિવારના સભ્યો દ્વારા માતા પિતાની મંજૂરી લઈને જીવતા જગતિયા કાર્યક્રમનું આયોજન ઘડી કાઢવમાં આવ્યું હતું. જેમાં વિધિ મુજબ તમામ લોકો હાજર રહ્યા હતા અને માતા પિતાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.
પરિવારજનોને કહ્યું કે...
પરિવારજનો દ્વારા જણાવાયા અનુસાર કોઈ પણ સમાજમાં નાના કે મોટા વ્યક્તિનું અવસાન થાય છે બાદમાં તેરમાં દિવસે સ્વજનો દ્વારા તેની પાછળ ઉત્તર ક્રિયા કરવામાં આવે છે. અને પરિવારના લોકોને ભેગા કરીને સાથે બેસીને સમાજની રીત રસમ મુજબ બહેન, દીકરીઓ ભાણેજને લહાણીઓ આપી ભોજન સમારોહ ઉજવતા હોય છે.
પરંતુ મૃત આત્મા આ બધું નિહાળી શકતા નથી. આથી માતા પિતાની જીવતા હોય અને પોતાની નજર સામે જ પોતાનો પરિવાર, સગાઓએ સાથે મળીને ભોજન લે તે માટે આ પગલું ભર્યું હતું. બીજુ કે માતા પિતા વયોવૃદ્ધ હોવાથી તે સબંધીઓને મળી શકે તેમ ન હોવાથી અન્ય લોકો સામે આવીને મળે તે માટે આ નિણર્ય કરાયો હતો.