Home /News /jamnagar /નૌસેના દિવસ નિમિતે અનેક કાર્યક્રમોનું આયોજન, યોજાશે વિશાળ મહિલા કાર રેલી

નૌસેના દિવસ નિમિતે અનેક કાર્યક્રમોનું આયોજન, યોજાશે વિશાળ મહિલા કાર રેલી

X
નૌસેના

નૌસેના દિવસની ઉજવણી

જામનગરમાં આઈએનએસ વાળસુરા દ્વારા નૌસેના દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ગુરુવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉજવણીના કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જામનગર: દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નૌસેના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જામનગરમાં આઈએનએસ વાળસુરા દ્વારા નૌસેના દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ગુરુવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉજવણીના કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આઈએનએસ વાળસુરા ખાતે જણાવવામાં આવ્યું કે નૌસેના દિવસ નિમિતે 23 નવેમ્બરે આઈએનએસ વાળસુરામાં સ્થિત સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા અને કવીઝ સ્પર્ધા યોજાશે ત્યારબાદ 4 ડિસેમ્બરે બીટિંગ રિટ્રિટ સેરેમની, મશાલ પ્રદર્શન, તો 5 ડિસેમ્બરે 12 કિમીની વિજય દોળ અને 12 ડિસેમ્બરે વુમન પાવર થીમ પર મહિલા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
First published:

Tags: Gujarati News News, Jamnagar News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો