Home /News /jamnagar /જામનગરમાં નવરાત્રિના પ્રથમ નોરતે જ નર્મદાના નીર લાખેણા લાખોટા તળાવમાં આવી પહોંચ્યા

જામનગરમાં નવરાત્રિના પ્રથમ નોરતે જ નર્મદાના નીર લાખેણા લાખોટા તળાવમાં આવી પહોંચ્યા

નોરતાની પ્રથમ રાત્રિ પૂર્વે જ માં નર્મદાના નીર લાખેણા લાખોટા તળાવમાં આવી પહોંચ્યા.

Jamnagar News: જામનગરના લાખાણા લાખોટા તળાવમાં નર્મદાના નીર આવતા ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ દ્વારા નવા નિર્માણના વધામણા કરવામાં આવ્યા છે ત્યારે આવનારા સમયમાં નર્મદાના પાણીથી જામનગરનું હાર્દ સમુ લાખોટા તળાવની જળ સપાટી વધતા તળ સાજા થશે.

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર: જામનગરમાં નવલા નોરતાની પ્રથમ રાત્રિ પૂર્વે જ માં નર્મદાના નીર લાખેણા લાખોટા તળાવમાં આવી પહોંચતા ધારાસભ્ય, મેયર કમિશનર સહિતના મહાનુભાવો એ મા નર્મદાના નીરના વધામણા કર્યા હતા.

    જામનગર શહેરની મધ્યમાં આવેલ રાજાશાહી વખતના રણમલ તળાવ કે જેને લોકો લાખોટા તળાવ તરીકે ઓળખે છે આ તળાવમાં નવરાત્રિના પ્રથમ દિવસે જ સંધ્યા સમયે માં નર્મદાના નીર સૌની યોજના મારફતે આવી પહોંચ્યા છે. 70% જેટલું તળાવ હાલ ભરાયેલું છે ત્યારે આ તળાવમાં વધુ પાણીનો જથ્થો  નર્મદામાંથી સૌની યોજના અંતર્ગત ઠાલવવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરના ધારાસભ્ય આર.સી ફળદુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, કમિશનર વિજય ખરાડી, ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની અને શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા સહિતના મહાનુભાવો એ નર્મદાના નીરના વધામણા કર્યા હતા.

    " isDesktop="true" id="1256185" >

    જામનગરના લાખાણા લાખોટા તળાવમાં નર્મદાના નીર આવતા ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ દ્વારા નવા નિર્માણના વધામણા કરવામાં આવ્યા છે ત્યારે આવનારા સમયમાં નર્મદાના પાણીથી જામનગરનું હાર્દ સમુ લાખોટા તળાવની જળ સપાટી વધતા તળ સાજા થશે. જેને લઇને જામનગરવાડીઓમાં હરખની હેલી છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌની યોજના મારફતે નર્મદાની જામનગરમાં પહોંચ્યા છે ત્યારે ધારાસભ્ય આર.સી. ફળદુએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Jamnagar News, Rain in Jamnagar, જામનગર, જામનગર સમાચાર

    विज्ञापन
    विज्ञापन