આ દરોડાને લઈને ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો.
Jamnagar Crime: જામનગરમાં એસ.પી પ્રેમસુખ ડેલુંના આવ્યા બાદ કાલાવડ નાકા બહાર સન સીટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી હાઈપ્રોફાઈલ ઘોડીપાસાની ક્લબ પર ગઈ રાત્રે એલસીબી ટીમે ત્રાટકી અને એકી સાથે 23 આરોપીઓને ઘોડીપાસાનો જુગાર રમતાં પકડી પાડવામાં આવ્યા છે.
કિંજલ કારસરીયા, જામનગર : જામનગર સનસીટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની ક્લબ (Gambling Club) એલસીબી (LCB) એ ઝડપી પાડી છે. જ્યાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા 23 આરોપીઓને 3.87 લાખની રોકડ રકમ સાથે દરોડામાં ઝડપી પાડવામાં આવ્યા છે.
જામનગરમાં એસ.પી પ્રેમસુખ ડેલુંના આવ્યા બાદ કાલાવડ નાકા બહાર સન સીટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી હાઈપ્રોફાઈલ ઘોડીપાસાની ક્લબ પર ગઈ રાત્રે એલસીબી ટીમે ત્રાટકી અને એકી સાથે 23 આરોપીઓને ઘોડીપાસાનો જુગાર રમતાં પકડી પાડવામાં આવ્યા છે. અને તેઓ પાસેથી રૂપિયા પોણા નવ લાખની માલમતા કબજે કરવા માં આવી છે. આ દરોડાને લઈને ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો.
જામનગર કાલાવડ નાકા બહાર સનસિટી સોસાયટીમાં રહેતા અબ્દુલ ગફારભાઇ ખફી નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઘોડી પાસાની કલબ ચલાવવામાં આવી રહી છે, અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાંથી અનેક જુગારીયા તત્વો મોટા પાયે ઘોડી પાસાનો જુગાર રમવા આવી રહ્યા છે. તેવી બાતમી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને મળી હતી. જેથી એલ.સી.બી.ના પી.એસ.આઇ કે.કે.ગોહિલ તથા તેમની રાહબરી હેઠળની ટીમે ગઈ રાત્રે આ વિસ્તારમાં મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મોટી સંખ્યામાં શખ્સો એકત્ર થયા હતા, અને ઘોડીપાસા વડૅ હારજીતનો જુગાર રમી રહેલા રંગેહાથ પકડાયા હતા.
પોલીસે તમામ આરોપીઓ પાસે થી રૂ. 3 લાખ 87 હજાર ની રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન, વાહનો વગેરે મળી કુલ 8,74000ની માલમતા કબજે કરી લીધી છે. ઘોડીપાસાના આ દરોડા ને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર