Home /News /jamnagar /Jamnagar: ઇમ્યુનિટી બુસ્ટર ચીકીએ બજારમાં મચાવી ધૂમ, ભાવ જાણીને આશ્ચર્ય થશે!

Jamnagar: ઇમ્યુનિટી બુસ્ટર ચીકીએ બજારમાં મચાવી ધૂમ, ભાવ જાણીને આશ્ચર્ય થશે!

જામનગરમાં ઇમ્યુનિટી બુસ્ટર ચીકીની બજાર ગરમ: જાણો ભાવ

આખા જામનગરમા ક્યાંય પણ ચીકીનું ઉત્પાદન થતું નથી તેના સ્થાને વેપારીઓ મોરબી અને રાજકોટ જેવા શહેરોમાંથી જથ્થાબંધ ભાવે ખરીદી જામનગરમાં વેંચાણ કરી રહ્યા છે.

    Kishor Chudasama,Jamnagar : ઇમ્યુનિટી બુસ્ટર ગણાતી ચીકીનું જામનગરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પરંતુ ગતવર્ષની સરખામણીએ ભાવમાં 20 ટકા જેટલો વધારો આવ્યો હોવાથી ઘરાકીમા પણ 40 ટકા ઘટી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. શિયાળા અને ઉતરાયણ માટે ઇમ્યુનિટી બુસ્ટર ગણાતી ચીકીનું જામનગરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે.જામનગરના સાત રસ્તાસર્કલ, ડીકેવી સર્કલ, બસ સ્ટેશન રોડ, ચાંદી બજાર, તળાવની પાળ સમર્પણ રોડ સહિતની જગ્યાએ આરોગ્યપ્રદ ગણાતી ચીકી, શકિતનો રાજા સાની, કચરીયુના હાટડાઓ મંડાઈ ગયા છે.

    ધમધમતી બજારોમાં તલની સાની અને વિવિધ ચીકી, શીંગ,તલ,દાળીયા અને મમરાના લાડુ સહિતની ચીજવસ્તુઓ વેંચાઈ રહી છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ ભાવમાં 20 ટકાજેટલો વધારો આવ્યો હોવાથી ઘરાકીમા પણ 40 ટકા જેટલો એવરેજ ફટકો પડ્યો છે.



    જામનગરની બજારમાં 60 ટકા જેટલી જ ઘરાકી


    આ અંગે ભાવના ચીકીના માલિક અને 1999થી આ વ્યવસાય સાથે સંકળાયેલા મનોજ નેભરાજભાઈ જ્ઞાનચંદાણીએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ હાલ ચીકીની તમામ વેરાયટીઓમાં ભાવ વધારો નોંધાયો છે. સરેરાશ 10 થી 20 ટકા આ વેરાયટીઓ મોંઘી બની છે. બીજી બાજુ ભાવ વધારાને પગલે ગત વર્ષની તુલનાએ માત્ર 60 ટકા જેટલી જ ઘરાકી જોવા મળી રહીછે. એટલે કે 40 ટકા જેટલો જબરો ફટકો પડયો છે.જેની પાછળના કારણ અંગે તેઓએ જણાવ્યું કે કોરોના અને ચીકીનાઉત્પાદનમાં અત્યંત આવશ્યક રો મટીરીયલ્સની ચીજવસ્તુઓ પ્રમાણમાં મોંઘી બનતા ચીકીમાં પણ મોંઘવારી નડી રહી છે.



    200થી માંડી 1000 રૂપિયા સુધીના ભાવની વેરાયટીઓ ઉપલબ્ધ


    સીઝનલ વ્યવસાય સાથે જોડાયેલા ઘનશ્યામભાઈએ કહ્યું હતું કે, બજારમાં ઠંડી અને શિયાળાની મોસજ જામતાની સાથે જ હવેધીમે ધીમે ઘરાકી નીકળી રહી છે. છતાં પણ ભાવવધારો વેરી બનતો હોવાથી સામાન્ય લોકો ચીકી ખરીદવાનું ટાળી રહ્યા છે.હાલજામનગરની બજારમાં તલની ચીકી 240 રૂપીયે કિલો વેંચાઈ રહી છે. જ્યારે શીંગની ચીકીનો કિલો દીઠ 200 રૂપિયા ભાવ, માવાચીકીના 300 અને મિક્ષ ચીકી પણ 300 રૂપિયે વેંચાઈ રહી છે. વધુમાં ડ્રાયફ્રુટ ચીકીના 1000 રૂપિયા જેવો ભાવ તો તલનીશાનીના 300 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે.

    ઉપરાંત તલ, શીંગ, મિક્ષ, ટોપરું અને ડ્રાયફ્રુટ ચીકી સહિતની વેરાયટીઓ હાલબજારમાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનિય છે કે આખા જામનગરમા ક્યાંય પણ ચીકીનું ઉત્પાદન થતું નથી તેના સ્થાને વેપારીઓ મોરબી અને રાજકોટ જેવા શહેરોમાંથી જથ્થાબંધ ભાવે ખરીદી જામનગરમાં વેંચાણ કરી રહ્યા છે.
    First published:

    Tags: Local 18, ખોરાક, જામનગર

    विज्ञापन
    विज्ञापन