Home /News /jamnagar /ચોરી કરવાની ના પાડી તો સગા બાપનું કાસળ કાઢી નાખ્યુ, આખરે જુઓ કેવા હાલ થયા

ચોરી કરવાની ના પાડી તો સગા બાપનું કાસળ કાઢી નાખ્યુ, આખરે જુઓ કેવા હાલ થયા

જામનગર પોલીસે કરી પુત્રની ધરપકડ

Jamnagar Crime News: જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલા સરદારનગરમાં શનિવારે રાત્રે સગા પિતાને દોરીથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા પછી નાસી છૂટેલા નરાધમ પુત્રના પોલીસે સગડ દબાવ્યા હતા. હત્યારા પુત્રની જામનગર LCB એ અમદાવાદના બાવળા પાસેથી અટકાયત કરી લીધી હતી.

વધુ જુઓ ...
    કિંજલ કારસરીયા, જામનગર: જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં આવેલા સરદારનગરમાં શનિવારે રાત્રે સગા પિતાને દોરીથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા પછી નાસી છૂટેલા નરાધમ પુત્રના પોલીસે સગડ દબાવ્યા હતા. હત્યારા પુત્રની જામનગર LCB એ અમદાવાદના બાવળા પાસેથી અટકાયત કરી લીધી હતી. આ શખ્સે હત્યાના ગુના ઉપરાંત એક મહિનામાં 2 દુકાનના તાળા તોડ્યાની પણ કબૂલાત આપી છે. આરોપીને રિમાન્ડ પર લેવા કવાયત આદરી છે.

    પોલીસે આરોપીના રિમાન્ડ તપાસ હાથ ધરી


    જામનગરના ગોકુલનગર નજીકના સરદારનગરમાં વસવાટ કરતા મૂળ પશ્ચિમ બંગાળના શંકરદાસ ભૂદરદાસ બાવાજી નામના વૃદ્ધનો મૃતદેહ રવિવારે સવારે ખાટલામાં બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ વૃદ્ધના પુત્ર અનિલદાસે પોલીસને જાણ કર્યા પછી શંકરદાસને તેમના મોટા પુત્ર સુનિલદાસ અને તેની પત્ની સુનયનાબેને પતાવી દીધાની હકીકત જણાવી હતી.

    આ પણ વાંચો: પિતાએ શાળાએ મોબાઈલ લઈ જવાની ના પાડતા વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી લીધું

    નરાધમ પુત્ર સુનિલની પોલીસ કરી ધરપકડ


    ચોરી કરવાની આદત ધરાવતા પુત્ર સુનિલને એકાદ બે દિવસ પહેલા પિતા શંકરદાસે ઠપકો આપ્યો હતો. જેથી પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થયા પછી પુત્ર સુનિલ અને પુત્રવધૂ સુનયનાએ વૃદ્ધ શંકરદાસને ખાટલા સાથે બાંધી દઈ, મોઢે ડૂચો દબાવી ગળામાં દોરી નાખી ગળાટૂંપો આપી દીધો હતો. પોલીસે આ હકીકતના આધારે હત્યાનો ગુનો નોંધી નાસી છૂટેલા નરાધમ પુત્ર સુનિલ તથા સુનયનાની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે, આરોપી સુનિલ પાલનપુર જવા માટે બસમાં નીકળી ગયો છે.

    આ પણ વાંચો: સ્ટોર માલિકે ગ્રાહક યુવતીને ફસાવી, પત્નીને કિડની ફેલ હોવાની વાતો કરી ગુજાર્યું દુષ્કર્મ

    ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી


    આ બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી અને સિટી-સી ડિવિઝનના પીઆઈ પી.એલ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ સહિતની ટીમ દોડી ગઈ હતી. આ આરોપીને અમદાવાદ જિલ્લાના બાવળા ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને જામનગર ખસેડાયા પછી પૂછપરછ કરાતા તેણે એક મહિનામાં ગોકુલનગર વિસ્તારમાં બે દુકાનના તાળા તોડી ચોરી કરવા ઉપરાંત, વર્ષ 2018માં ત્રણ ઘરફોડ ચોરીમાં પકડાઈ ગયો હોવાની કબૂલાત આપી છે. આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા કવાયત હાથ ધરી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Police

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો