Home /News /jamnagar /

કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને સરકાર તરફથી મળશે સહાય, જાણો

કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને સરકાર તરફથી મળશે સહાય, જાણો

જિલ્લાના 12 લાભાર્થી બાળકોને કલેકટર ડૉ. સૌરભ પારધીના હસ્તે કીટ વિતરણ કરાયું 

 કોરોના મહામારી ભૂલવામાં પણ ઘણો સમય લાગશે, ખાસ કરીને એવા લોકોને જેઓએ આ વૈશ્વિક મહામારીમાં પોતાના પરિવારના સભ્ય ગુમાવ્યા છે. તો ઘણા એવા બાળકો છે જેઓએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે.

    સંજય વાઘેલા, જામનગર: કોરોના (Corona) મહામારી ભૂલવામાં પણ ઘણો સમય લાગશે, ખાસ કરીને એવા લોકોને જેઓએ આ વૈશ્વિક મહામારી (Epidemic) માં પોતાના પરિવારના સભ્ય ગુમાવ્યા છે. તો ઘણા એવા બાળકો છે જેઓએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે નોંધારા બનેલા આવા બાળકોને મદદરૂપ થાય તે માટે સરકાર દ્વારા ખાસપીએમ કેર ફોર ચિલ્ડ્રન (PM care for children scheme) યોજના બનાવી છે, જેમાં જામનગર (Jamnagar) જિલ્લાના 12 લાભાર્થી બાળકોને કલેકટર ડૉ. સૌરભ પારધીના હસ્તે કીટ વિતરણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું વીડિયો કોન્ફરન્સ મારફતે લોન્ચિંગ કરાયું. આ યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનાર બાળકોને 10 લાખની સહાય મળવાપાત્ર છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા કલેકટર કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર ડૉ. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ યોજના હેઠળ મંજૂર થયેલ જામનગર જિલ્લાના 12 લાભાર્થી બાળકોને કલેકટર દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાનનો બાળકોને નામ સ્નેહપત્ર, કલેકટરનું સર્ટિફિકેટ, PMJAY-MA કાર્ડ, સ્કૂલ બેગ, શાળાએ જતા ધો.1 થી 12નાં બાળકોને સ્કોલરશીપની સહાય અને સ્ટેશનરીની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના જાહેર કરવામાં આવી હતી. જેનું અમલીકરણ મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોરોના સંક્રમણથી જે બાળકના માતા - પિતા બન્ને અથવા કોઈ એકનું અવસાન પહેલા થયું હોય, હાલના સર્વાઇવિંગ પેરેન્ટસનું કે દત્તક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોના સર્વાગી વિકાસ માટે આ યોજના હેઠળ બાળક 23 વર્ષનું થાય ત્યારે રૂપિયા 10 લાખની સહાય મળવા પાત્ર છે.

    વડાપ્રધાનએ વીડિયો કોન્ફરન્સ મારફતે જણાવ્યું હતું કે બાળકોની વચ્ચે આવીને આજે મને સંતોષ મળ્યો છે. દેશની સંવેદના બાળકોની સાથે છે. તમારા સપના પૂર્ણ કરવા આખો દેશ તમારી સાથે છે. માં ભારતી તમામ બાળકોની સાથે છે. દેશભરમાં અનાથ થયેલા બાળકોની મદદ અને તેમના સર્વાંગી માટે સરકાર હંમેશા તત્પર છે.

    કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર બાળકોને સરકાર તરફથી મળતી સહાય

    મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત 23 વર્ષની વય સુધી માસિક રૂપિયા 4000ની સહાય અથવા પાલક માતાપિતા યોજના અંતર્ગત 18 વર્ષની વય સુધી માસિક રૂપિયા 3000 સહાય આપવામાં આવે છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 મુજબ અગ્રતા ધરાવતા કુટુંબોમાં સમાવેશ, જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે પોસ્ટમાં બાળકોના સંયુક્ત ખાતા ખોલાવવા તથા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના અન્વયે રૂ.10 લાખ સુધીની વયમર્યાદા ધ્યાને રાખી શકાય. તો Ex-gratia સહાય અંતર્ગત બાળકોને 50 હજારની સહાય આપવામાં આવે છે.
    First published:

    Tags: કોરોના વાયરસ, જામનગર સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन