Home /News /jamnagar /Jamnagar: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાસ્કેટ બોલમાં અજમાવ્યો હાથ, જામનગરમાં સ્પોર્ટ્સ સંકુલનું કર્યું ઉદ્ઘાટન

Jamnagar: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાસ્કેટ બોલમાં અજમાવ્યો હાથ, જામનગરમાં સ્પોર્ટ્સ સંકુલનું કર્યું ઉદ્ઘાટન

અજીતસિંહજી

અજીતસિંહજી પેવેલિયન પાસે એક અધ્યતન સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરના પ્રવાસે આવ્યા હતા. જામનગરમાં ક્રિકેટ બંગલો ખાતે રમત સંકુલ ખાતે રૂપિયા 5.61 કરોડના ખર્ચે નિર્મિત સ્વિમિંગ પુલ તથા બાસ્કેટબોલ કોર્ટનુ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

    Sanjay Vaghela, Jamnagar: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) જામનગરના પ્રવાસેઆવ્યા હતા. એક સ્પોર્ટ્સ સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે તેઓએ બાસ્કેટ બોલમાં હાથ અજમાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર (Jamnagar) માં ક્રિકેટ બંગલો ખાતે રમત સંકુલ ખાતે રૂપિયા 5.61 કરોડના ખર્ચે નિર્મિત સ્વિમિંગ પુલ તથા બાસ્કેટબોલ કોર્ટ (Basketball court) નુ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન શહેરના ટોચના નેતાઓ અને પદાધિકારીઓ હજાર રહ્યા હતા. તો આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યુ હતું કે જામનગરના યુવાનો સ્વિમિંગ તથા રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના મધ્યમા જ સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

    પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેરમાં ક્રિકેટ બંગલો ખાતે અજીતસિંહજી પેવેલિયન પાસે એક અધ્યતન સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ કોર્ટ અને ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ સંકુલ બનાવવા પાછળ રૂપિયા પંચ કરોડ 61 લાખનો ખર્ચ થયો છે. ઉદ્ઘાટન બાદ શહેરવાસીઓને આ સ્પોર્ટ્સ સંકુલનો લાભ લેવા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. સ્વિમિંગ પુલ તથા તથા બાસ્કેટબોલ કોર્ટનુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મેયર બીનાબેન કોઠારીએ લોકાર્પણ કર્યુ હતુ.

    શું છે આ સ્પોર્ટ્સ સંકુલની ખાસિયત?

    રૂપિયા 561.33 લાખના ખર્ચે લોકાર્પિત થયેલ સ્વિમિંગ પુલ 25×12.5 મીટરનો હશે, જેમા કોચ રૂમ, મહિલા અને પુરૂષ ચેન્જ રૂમ, હેન્ડીકેપ રૂમ, કિચન એરીયા વિથ ડાઈનિંગ રૂમ તેમજ પંપ રૂમની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે. તથા બાસ્કેટબોલ કોર્ટ 28×15 મીટરનુ નિર્મિત કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ સંકુલનો લાભ લઈને યુવાનોને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળી રહેશે.

    આ પણ વાંચો; જામનગર પુરાતત્વીય સંગ્રહાલય દ્વારા 'આદિત્ય સ્વરોદય સંધ્યા'નું આયોજન

    તો જામનગરના મહેમાન બનેલા ગૃહમંત્રીએ જણાવ્યું કે, જામનગરના યુવાનો સ્વિમિંગ તથા રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના મધ્યમાંજ સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોઈપણ જાહેરાત વિના જ જામનગરના નાગરિકોને રાજ્ય સરકારે આપેલી આ સરપ્રાઈઝ ભેટ છે. યુવાનો રમત-ગમત ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે અને જામનગર તથા દેશનુ નામ વૈશ્વિક સ્તરે રોશન કરે અભ્યર્થના છે. આ ખાસ પ્રસંગે સંસદ પૂનમબેનબેન માડમ, ધારાસભ્ય આર.સી. ફળદુ, મેયર, ડેપ્યુટી મેયર સહીતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, ગૃહમંત્રી, જામનગર

    विज्ञापन
    विज्ञापन