Kishor chudasama jamnagar જામનગરવાસીઓ હરવા ફરવાની સાથે સ્વાદ શોખીન પણ છે. જામનગરના ઘૂઘરા, કચોરી અને પેંડાને વિશ્વભરમાં વિખ્યાત કરવામાં જામનગરના સ્વાદ શોખીન પ્રજાનો ફાળો છે. ત્યારે જામનગરમાં મળતા સમોસા પણ હવે જામનગરવાસીઓની સવાર-સાંજના નાસ્તાની ડીશમાં પહોંચ્યા છે. જેમાં પણ ખાસ શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ સમોસા હબ પણ શહેરની સ્વાદ શોખીન પ્રજાનું નાસ્તાનું લોકપ્રિય ઠેકાણું બન્યું છે
સમોસા હબના સમોસા એટલે વેરાયટીનો ખજાનો
જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર ત્રણ માં આવેલ સેન્ટાન્સ સ્કૂલની બાજુમાં સમોસા હબ તરીકે જાણીતી દુકાનમાં છેલ્લા સાત વર્ષથી એક બે નહીં પરંતુ 15 થી 20 પ્રકારની વેરાઈટીઓના સમોસા મળી રહ્યા છે.
જામનગરમાં આ પહેલું એવું ઠેકાણું હશે જ્યાં 15 થી 20 પ્રકારના સમોસા મળે છે અને દરરોજ ગ્રાહકોની લાઈન લાગે છે. અહીં ઓર્ડર પ્રમાણે 20 પ્રકારના લાઇવ સમોસા બનાવી આપવામાં આવે છે. જે શહેરના લોકોની દાઢે વળગ્યા છે છેલ્લા સાત વર્ષથી લોકો આ સમોસાનો સ્વાદ માણી રહ્યા છે. આ ઉપરાંત સેન્ડવીચ,વડાપાઉ, પીઝા, બર્ગર સહિતની ફાસ્ટ ફૂડની આઈટમો પણ સમોસા હબની પ્રખ્યાત છે.
સમોસા હબમાં પનીર, ચીઝ સહિત 20 જેટલી વેરાયટી
આ સમોસા હબમાં પનીર, ચીઝ,મંચુરિયન, મેગી, પાસ્તા, આલુ, સહિતની વેરાઈટીઓમાં સમોસા મળી રહ્યા છે. જેને ત્રણ પ્રકારની ચટણી સાથે આરોગવાનો લ્હાવો કઈક અલગ હોય છે અને જેનો ટેસ્ટ પણ લાજવાબ હોય છે. સમોસા હબના માલિક વિવેકભાઈ ગણાત્રા ગ્રાહકોને ભાવથી જમાડી રહ્યા છે. જેથી સવાર સાંજ નાસ્તાની આ દુકાનમાં પગ મુકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ જોવા મળે છે.